ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેરળના ઘણા જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે 'ઓરેન્જ અલર્ટ' જાહેર કર્યું - કેરળમાં હવામાન વિભાગની વરસાદની આગાહી

આઇએમડીએ 29 અને 30 જુલાઇના રોજ કોલ્લમ, તિરુવનંતપુરમ, પઠાણમથીટ્ટા, ઇડુક્કી, મલ્લાપુરમ, કોઝિકોડ અને વાયનાડમાં 'ઓરેંજ એલર્ટ' જાહેર કરતા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

વરસાદ
વરલાદ

By

Published : Jul 29, 2020, 5:14 PM IST

તિરુવનંતપુરમ (કેરળ): ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) 29 અને 30 જુલાઇના રોજ કોલ્લમ, તિરુવનંતપુરમ, પઠાણમથીટ્ટા, ઇડુક્કી, મલ્લાપુરમ, કોઝિકોડ અને વાયનાડમાં 'ઓરેંજ એલર્ટ' જાહેર કરતા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તે જ સમયે, હવામાન વિભાગે કેરળના અમુક વિસ્તારોમાં 'યલો એલર્ટ' જાહેર કર્યું છે.

હવામાન વિભાગની ઓરેન્જ એલર્ટ એટલે કે લોકોને 'તૈયાર' રહેવા જણાવ્યું છે જ્યારે યલો એલર્ટ મતલબ આ અંગે જાણકારી રાખવાની છે.

તિરુવનંતપુરમમાં મંગળવારની રાતથી બુધવાર સવાર સુધી વરસાદ પડ્યો છે અને આઇએમડીએ આ સમયગાળા દરમિયાન ચાર સે.મી. વરસાદ નોંધ્યો છે. બીજી તરફ, કોટ્ટાયમ અને એર્નાકુલમ જિલ્લામાં ગઈકાલે રાત્રે ભારે વરસાદ પડ્યો હતો અને આ બંને સ્થળોએ અનુક્રમે 20 અને 15 સે.મી. વરસાદ નોંધાયો છે.

અર્નાકુલમ અને તેના પરા વિસ્તારોના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા છે. જિલ્લામાં સરેરાશ 154 મીમી વરસાદ નોંધાયો છે.

કેરળમાં ઓગસ્ટ 2018માં પૂરના કારણે ભારે વિનાશ સર્જાયો હતો, જેમાં 400થી વધુ લોકોના મોત અને સંપત્તિને વ્યાપક નુકસાન થયું હતું. એક વર્ષ પછી, ઓગસ્ટમાં ફરીથી, કેરળનો ઉત્તરીય ભાગમાં પૂર આવ્યું હતું અને 120 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details