બુધવારે કેટલાક સોશિયલ મીડિયા પર શૌચાલયોના વીડિયો વાઇરલ થયા હતા, ત્યાર બાદ ગ્રામીણોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ ગામના શૌચાલયોની દીવાલ પર જોવા મળી મહાત્મા ગાંધીની છબી, જુઓ વીડિયો
ઉતરપ્રદેશઃ બુલંદશહેરમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ઈચ્છવારી ગામમાં બનેલા શૌચાલયોની દીવાલ પર મહાત્મા ગાંધીના ફોટોવાળી લાદીઓ ચોંટાડવાનો સમગ્ર મામલો સામે આવ્યો છે. ત્યાર બાદ આ મામલાને લઇને ગ્રામીણ વિકાસ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને ત્યાંના પ્રધાનને નોટીસ પાઠવવામાં આવી છે.
બોલો લ્યો, જાણો ક્યું શહેર છે એવુ જ્યાં શૌચાલયોની દીવાલો પર પણ મહાત્મા ગાંધીની છબીઓ
ગ્રામીણોના જણાવ્યા અનુસાર, આ ટાઇલ્સને ગ્રામ પ્રધાનના આદેશ બાદ ઉપયોગમાં લેવામાં આવશે. સમગ્ર કેસની તપાસ બાદ TDO સંતોષ કુમારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા અને આ મામલે ગ્રામ પ્રધાન સાવિત્રી દેવીને નોટિસ પણ પાઠવવામાં આવી છે.
જિલ્લા અધિકારીઓએ જણાવ્યું કે, ગામમાં 13 શૌચાલયોની દીવાલ પર ગાંધીના ફોટા અને અશોક ચક્રવાળી લાદીઓ ચીપકાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર ગામમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત 508 શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.