ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વીણા મલિક અને સાનિયા મિર્ઝા વચ્ચે તૂ-તૂ મૈં-મૈં , હું પાકિસ્તાની ટીમની મા નથી : સાનિયા મિર્ઝા - Pakistan

સ્પોર્ટસ ડેસ્ક : ભારત -પાકિસ્તાન વચ્ચે મેચ પહેલા એક કાફેનો વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.જેમાં પાકિસ્તાના ખેલાડી જોવા મળી રહ્યા છે. તેમની સાથે સાનિયા મિર્ઝા અને તેનો પુત્ર પણ સાથે જોવા મળી રહ્યો છે. જેને લઈ ટ્વીટર પર ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને બિગ બૉસ કંટેસ્ટન્ટ વીણા મલિક વચ્ચે ટ્વીટર વોર થયું હતું.

વીણા માલિક અને સાનિયા મિર્ઝા વચ્ચે તૂ-તૂ મૈં-મૈં

By

Published : Jun 18, 2019, 6:34 PM IST

પાકિસ્તાનને મળેલી હાર બાદ ફેન્સ પાકિસ્તાના ખેલાડીઓ ફિટનેસને લઈ ટ્રોલ થઈ રહ્યા છે. વીણા મલિકે ટ્વિટ કર્યુ કે, સાનિયા હું બાળકની ચિંતા કરુ છુ. બાળકને શીશા પેલેસમાં લઈ જવું તમને યોગ્ય લાગે છે. આર્ચી જંક ફૂડ માટે પ્રખ્યાત છે. જે એથલીટ્સ માટે નુકસાનકારક છે.તમને ખબર હોવી જોઈએ કારણ કે, તમે એક માં છો અને સાથે જ એક એથલિટ પણ છો.

સાનિયા મિર્ઝાનું ટ્વિટ

સાનિયાએ વળતો જવાબ આપતા કહ્યું હતું કે, હું મારા બાળકને લઈ શીશા કાફે ગઈ નથી . હું મારા બાળકનું કેવી રીતે ધ્યાન રાખું છે. તેની દુનિયાએ ચિંતા કરવાની જરૂર નથી. બીજી વાત હું પાકિસ્તાન ટીમની ડાયટિશિયન ,માતા , પ્રિન્સિપાલ કે, ટીચર નથી.

ABOUT THE AUTHOR

...view details