નવી દિલ્હીઃ કોરોના વાઇરસના લોકડાઉનની વચ્ચે જ્યાં સોમવારથી ઘરેલૂ વિમાન ઉડાન માટે તૈયાર છે, ત્યારે તેની સાથે જોડાયેલા નિયમોને લઇને રાજ્યોમાં ભ્રમની સ્થિતિ બનેલી છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તમિલનાડૂએ પ્રવાસી ઉડાન ફરીથી શરુ કરવા કેન્દ્ર સરકારની યોજનાને લઇને ચિંતા વ્યક્ત કરી છે. આ રાજ્યોમાં દેશના સૌથી વ્યવસ્ત એરપોર્ટમાં શુમાર એરપોર્ટ આવે છે. મહારાષ્ટ્ર સરકારે શનિવારે તેને લઇને ચિંતા વ્યક્ત કરતા પોતાની બાજૂ સ્પષ્ટ કરી હતી.
મહારાષ્ટ્ર સરકારે શનિવારે કહ્યું કે, રાજ્ય સરકારે 19મેએ પોતાના લોકડાઉન સંબંધી આદેશમાં સંશોધન કર્યું નથી. આ આદેશમાં માત્ર વિશેષ ઉડાનને અનુમતિ આપવામાં આવી છે. તે આ વાતની સ્પષ્ટતાનો સંકેત છે કે, મહારાષ્ટ્ર વધુ લોકોને રાજ્યમાં આવવાને લઇને ઉત્સુક નથી. મહારાષ્ટ્ર કોરોના વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે.
મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે ટ્વીટ કરીને કહ્યું કે, રેડ ઝોનમાં એરપોર્ટ ખોલવાની સલાહ ખૂબ જ નાસમજણ ભરી છે. માત્ર પ્રવાસીઓની થર્મલ તપાસ કરવી અને તેના નમુના નહીં લેવા અપર્યાપ્ત હશે. હાલની પરિસ્થિતિમાં ઓટો, કેબ, બસ ચલાવવી પણ અસંભવ છે. સંક્રમિતોને આવવાથી રેડ ઝોન પર દબાણ વધશે.