મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ મંગળવારે જણાવ્યું હતું કે તે ઇડી દ્વારા મોકલવામાં આવેલા સમન્સનું સન્માન કરશે. આ ઉપરાંત તેમણે તેમના સમર્થકોને શાંત રહેવા અપીલ કરી હતી.
રાજ ઠાકરે ED સમક્ષ થયા રજુ, મની લોન્ડરિંગ વિશે થશે પૂછતાછ - મુંબઇ
મુંબઇ: કોહિનુર બિલ્ડિંગ મામલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેની પુછપરછ પહેલા મહારાષ્ટ્ર પોલીસ કાર્યવાહી શરૂ કરી છે. મુંબઈ પોલીસે આજે MNSના અનેક કાર્યકર્તાઓની ધરપકડ પણ કરી છે. MNS નેતા સંદિપ દેશપાંડેની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તે દરમિયાન સંદિપ દેશપાંડેએ દાવો કર્યો હતો કે તેમને આ આ કાર્યવાહી અંગે સૂચના આપવામાં આવી ન હતી.
ds
EDએ રવિવારે ઠાકરે અને પૂર્વ કારોબારી અને પૂર્વ લોકસભા અધ્યક્ષ મનોહર જોશીના પુત્ર ઉન્મેશ જોશી સાથે જ અન્ય એક કારોબારી સહયોગીને નોટિસ પાઠવી હતી. ત્યારે ED એ રાજ ઠાકરેને આઇએલએન્ડએફએસ(IL&FS) સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ગુરુવારે હાજર રહેવા જણાવ્યું હતું.
Last Updated : Aug 22, 2019, 11:36 AM IST