ગુજરાત

gujarat

ETV Bharat / bharat

IIT હૈદરાબાદના બિલ્ડીંગ પરથી કુદીને વિદ્યાર્થીએ કરી આત્મહત્યા - વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

હૈદરાબાદ: સંગારેડ્ડી જિલ્લામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી(IIT)ના ત્રીજા વર્ષના એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે.

વિદ્યાર્થીએ કરી આત્મહત્યા

By

Published : Oct 30, 2019, 8:12 AM IST

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી હૈદરાબાદમાં એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. મળતી માહિતી મુજબ, ઘટના સંગારેડ્ડી જિલ્લાની છે. વિદ્યાર્થીએ કેમ્પસમાં બનાવેલી એક બિલ્ડીંગ પરથી કુદીને આત્મહત્યા કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, મંગળવારે ત્રીજા વર્ષમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીએ 3.23 કલાકે બિલ્ડિંગ પરથી કુદી આત્મહત્યા કરી છે.

સારવાર અર્થે વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે.

મૃતક વિદ્યાર્થીની ઓળખ સિદ્ધાર્થ તરીકે કરવામાં આવે છે. સિદ્ધાર્થના મૃતદેહને પૉસ્ટમોર્ટમ માટે મોકલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, સિદ્ધાર્થે મૃત્યુ અગાઉ તેના મિત્રોને આત્મહત્યા અંગે માહિતી આપી હતી. મૃતકે ઈ-મેઈલમાં લખ્યું હતું કે, હું અભ્યાસમાં કમજોર છું માટે આત્મહત્યા કરૂં છું.

ABOUT THE AUTHOR

...view details