ચેન્નાઈ: આઈઆઈટી મદ્રાસ એક નવી ટેકનોલોજી લઈને આવ્યો છે જે પ્રારંભિક તબક્કે કોવિડ -19 ના લક્ષણો શોધી કાઢે છે. આઈ.આઈ.ટી. મદ્રાસ (ચેન્નાઈ) એન્ટરપ્રિન્યોરશિપ સેન્ટર, નવી ટેક્નોલોજી લઈને આવ્યું છે, જે પહલા કોરોનાનાં લક્ષણોની તપાસ કરે છે એટલે કે કોરોનાના લક્ષણો છે કે નહીં તે શોધે છે.
IIT મદ્રાસે પ્રારંભિક તબક્કામાં લક્ષણો ઓળખવા માટે કોરોના ટ્રેકર બનાવ્યું - આઈઆઈટી મદ્રાસ
આઇઆઇટી મદ્રાસે કોરોના વાઇરસને શોધવા માટે એક ટ્રેકર બનાવ્યું છે. આ ટ્રેકર પ્રારંભિક તબક્કે કોરોના વાઇરસને શોધી કાઢશે.
![IIT મદ્રાસે પ્રારંભિક તબક્કામાં લક્ષણો ઓળખવા માટે કોરોના ટ્રેકર બનાવ્યું IIT Madras](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7250844-552-7250844-1589809111514.jpg)
આ સાધન હાથ અથવા કાંડા ઘડિયાળ, ત્વચાનું તાપમાન, હૃદયના ધબકારા, લોહીના ઑક્સિજનના સ્તરનું ધ્યાન રાખશે. જો કોઈ પરિવર્તન થશે, તો તે તરત જ મોબાઇલ દ્વારા માહિતી મોકલશે. જો કોઈ વ્યક્તિ કન્ટેન્મેન્ટ ઝોનમાં પ્રવેશ કરે છે, તો આ ટ્રેકર આરોગ્ય સેતુ એપ્લિકેશન દ્વારા માહિતી મોકલશે. જો ત્યાં તબીબી કટોકટી હોય, તો ટ્રેકર એલર્ટ મોકલવામાં મદદ કરશે, જે કટોકટીની તબીબી સેવાઓને સૂચનાઓ મોકલશે.
એકવાર ચાર્જ થયા પછી, ટ્રેકરની બેટરી ચાર અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલી શકે છે. ટ્રેકર્સની પ્રથમ બેચ થોડા અઠવાડિયામાં બહાર પાડવામાં આવશે.