સંગરેડ્ડીના પોલીસ અધિક્ષક પી શ્રીધર રેડ્ડીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થી માર્ક એન્ડ્રુ ચાર્લ્સ (20 વર્ષ) સોમવારે રાત્રે 11 વાગ્યે તેના રૂમમાં ગયો હતો અને મંગળવારે બપોરે તેના મિત્રએ તેને જોયો ન હોવાથી તેના મિત્રોએ તેના રૂમનો દરવાજો તોડી નાખ્યો હતો, અને તે સમયે તે પંખા પર લટકીને મોતને ભેટી ચૂક્યો હતો.
વધુ માહિતી મુજબ તે, ડિઝાઇનમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યો હતો. થોડા દિવસ પહેલા જ તેણે ફાઇનલ યરની પરીક્ષા આપી હતી અને તે પોતાના પ્રેસન્ટેશનની તૈયારી કરી રહ્યો હતો. આ વિદ્યાર્થી ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાના નારિયા લંકા ક્ષેત્રનો રહેવાસી હતો.