નવી દિલ્હીઃ ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયે કોરોના વાઇરસ સામેની ભારતની લડાઇનું સમર્થન કર્યું છે. કેન્દ્રીય એફપીઆઇ પ્રધાન હરસિમરત કૌર બાદલે ભારતીય ખાદ્ય પ્રસંસ્કરણ પ્રૌદ્યોગિકી સંસ્થાન દ્વારા કોરોના દર્દીઓ માટે પોષક તત્વથી ભરપુર ખાદ્ય પદાર્થોના નિર્માણની સરાહના કરી છે.
IIFPT મેડિકલ પરીક્ષણ હેઠળ કોરોના દર્દીઓ માટે પોષક તત્વોથી ભરપુર ખાદ્ય પદાર્થોનું નિર્માણ કરી રહ્યું છે. આ પોષક તત્વ કોરોના સામે સ્વસ્થ થયેલા તમિલનાડૂના તંજાવુર મેડિકલ કૉલેજના દર્દીઓને પણ મોકલવામાં આવી રહી છે.
IIFPTના વૈજ્ઞાનિક સ્વદેશી ખાદ્ય પદાર્થોનું નિર્માણ કરી રહ્યા છે. IIFPTના એચએસીસીપી અને આઇએસઓ પ્રમાણિત ખાદ્ય પ્રસંસ્કરણ વ્યવસાય ઉષ્માન કેન્દ્ર (FPBIC)માં દૈનિક આધાર પર બ્રેડ, બિસ્કિટ, રસ્ક અને બાજરીનો પૉપ તૈયાર કરવામાં આવી રહ્યા છે.