ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હાઈકોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું, કેટલા કોરોના નેગેટિવ લોકોએ RT-PCR ટેસ્ટ કરાવ્યાં..? - Court asked Delhi Government

દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકારને સોગંદનામું દાખલ કરવા જણાવ્યું છે કે, રેપીડ એન્ટિજન ટેસ્ટ કર્યા પછી કેટલા કોરોના નેગેટિવ લોકોએ આરટી પીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો. જસ્ટિસ હિમા કોહલીની અધ્યક્ષતાવાળી બેંચએ દિલ્હી સરકારને 16 જુલાઇ સુધીમાં સોગંદનામું દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો.

હાઈકોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું, કેટલા કોરોના નેગેટિવ લોકોએ RT-PCR ટેસ્ટ કરાવ્યાં
હાઈકોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું, કેટલા કોરોના નેગેટિવ લોકોએ RT-PCR ટેસ્ટ કરાવ્યાં

By

Published : Jul 15, 2020, 4:00 PM IST

નવી દિલ્હી: સુનાવણી દરમિયાન અરજદાર રાકેશ મલ્હોત્રાએ કહ્યું હતું કે, દિલ્હી સરકારે નોંધાવેલા જવાબમાં તેનો ઉલ્લેખ નથી કરાયો કે, કેટલા લોકોએ રેપીડ એન્ટિજન ટેસ્ટ કરાવ્યા બાદ કેટલા કોરોના નેગેટિવ દર્દીએ આરટી પીસીઆર ટેસ્ટ કરાવ્યો છે. આ ડેટા આવ્યા પછી જ દિલ્હી સરકારના દાવાઓ જાણી શકાશે.

સુનાવણી દરમિયાન, આઈસીએમઆરએ કહ્યું કે, દિલ્હીની 450 હોસ્પિટલ અને લેબએ રેપીડ એન્ટિજન ટેસ્ટ કરવાની મંજૂરી માટે અરજી કરી છે. તેમાંથી 150 હોસ્પિટલ અને લેબને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે બાકીની ત્રણસો અરજીઓ બાકી છે. સુનાવણી દરમિયાન આઈસીએમઆરએ કહ્યું કે તે આ મામલે નવું સોગંદનામું રજૂ કરશે.

સુનાવણી દરમિયાન દિલ્હી સરકાર તરફથી એડવોકેટ સત્યકામે કહ્યું કે, 9 જુલાઇના રોજ, દિલ્હી સરકારની તમામ હોસ્પિટલ અને ડિસ્પેન્સનરીને સવારે 9થી 12 વાગ્યે રેપીડ એન્ટિજન ટેસ્ટ કરવા માટે આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, સીરો-સર્વેલન્સના નમૂના આરોગ્ય વિભાગના નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલને આપવામાં આવ્યા છે અને તેનો રિપોર્ટ હજી મળ્યો નથી. ત્યારબાદ કોર્ટે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલને 16 જુલાઈ સુધીમાં રિપોર્ટ ફાઇલ કરવા નિર્દેશ આપ્યો હતો.

પહેલાની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે દિલ્હી સરકારને આદેશ આપ્યો હતો કે, દિલ્હીની માન્યતા પ્રાપ્ત કરેલી લેબએ કોરોના ટેસ્ટ રિપોર્ટ 24થી 48 કલાકની અંદર રજૂ કરવામાં આવે તેમજ કોર્ટે દિલ્હી સરકારને તેની વેબસાઇટ પર કોરોના ટેસ્ટના સાચા ડેટાને અપડેટ કરવાનો નિર્દેશ આપ્યો છે. વેબસાઇટ પર પણ ડેટા દર્શાવો કે, કેટલા પોઝિટિવ કેસ છે અને કેટલા નેગેટિવ અને કેટલા ટેસ્ટ રિપોર્ટ બાકી છે.

ABOUT THE AUTHOR

...view details