કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ રાફેલ મુદે જણાવ્યું હતું કે, લડાકુ વિમાનની ખરીદીના કૌભાંડના સાચા ગુનેગારો સામે કેસ દાખલ કરવાની જરૂર છે. તે ઉપરાંત સાચા ગુનેગારો શોધવા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) એકમાત્ર યોગ્ય ઉકેલ છે.
23 મેના સત્તામાં આવશું તો રાફેલ સોદાની તપાસ કરશું: અભિષેક સિંઘવી - bjp
નવી દિલ્હીઃ કોંગ્રસે રાફેલ લડાકૂ વિમાનનાં સોદા બાબતને લઈ સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરવા બદલ ગુરુવારે PM મોદી અને ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાની ટીકા કરતા કહ્યું કે, 23મી મેના રોજ સત્તામાં આવ્યા પછી JPCથી આ સોદાની તપાસ કરાવીશું.
ફાઇલ ફોટો
વધુમાં જણાવ્યુ હતું કે, 23મી મેના રોજ કોંગ્રસ સરકાર સતામા આવશે, તો અમે JPCની તપાસનો આદેશ આપશું. આ દસ્તાવેજોના 3 સેટ છે. જેને મોદી સરકાર સુપ્રીમ કોર્ટથી છુપાવવા માંગે છે. આ ઉપરાંત હતું કે, રાફેલ કૌભાંડના બચાવમાં મોદી સરકાર જૂઠુ બોલે છે, કપટ, વિશ્વાસઘાત અને દગાબાજી પણ કરી છે.