ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહાત્મા ગાંધી જીવતા હોત તો તેઓ પણ કૃષિ કાયદાનો વિરોધ કરતઃ રાહુલ ગાંધી - રાહુલ ગાંધી

દેશભરમાં કૃષિ કાયદાનો વિરોધ કરવા માટે કોંગ્રેસ એક પણ તક છોડી નથી રહ્યું તેવામાં રાહુલ ગાંધીએ 'કિસાન કી બાત' અંતર્ગત ખેડૂતો સાથે વાતચીત કરી હતી, જેમાં રાહુલ ગાંધીએ ખેડૂતોને કૃષિ કાયદા વિશે અનેક સવાલો કર્યા હતા અને ખેડૂતોની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપને એ ખબર નથી કે તેઓ અંગ્રેજો સાથે ઊભા હતા.

મહાત્મા ગાંધી જીવતા હોત તો તેઓ પણ કૃષિ કાયદાનો વિરોધ કરતઃ રાહુલ ગાંધી
મહાત્મા ગાંધી જીવતા હોત તો તેઓ પણ કૃષિ કાયદાનો વિરોધ કરતઃ રાહુલ ગાંધી

By

Published : Sep 29, 2020, 3:26 PM IST

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા કૃષિ કાયદાનો દેશભરમાં કોંગ્રેસ અને વિપક્ષી દળો વિરોધ કરી રહ્યા છે. કૃષિ બિલને લઈને રાહુલ ગાંધીએ ખેડૂતો સાથે વાતચીત કરી હતી. તેમણે વાતચીત દરમિયાન કૃષિ બિલ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. નવા કૃષિ કાયદાનો મુદ્દો હવે રાજકીય સ્વરૂપ લઈ રહ્યું છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો સતત આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. આ કાયદાને લઈને કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ આજે 'દેશ કી આવાઝ'માં ખેડૂતો સાથે વાતચીત કરી હતી. રાહુલ ગાંધીએ દેશના અલગ અલગ રાજ્યોના ખેડૂતો સાથે આ કાયદા વિશે વાતચીત કરી અને તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કર્યો હતો.

મહારાષ્ટ્રના એક ખેડૂતે રાહુલ ગાંધીને કહ્યું કે, અંગ્રેજો વિરુદ્ધ મહાત્મા ગાંધીએ ઘણા આંદોલનો કર્યા હતા. આજે મહાત્મા ગાંધી જીવતા હોત તો તેઓ પણ આ કાયદાનો વિરોધ કરત. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, ત્રણ કૃષિ બીલ, ખેડૂત અને નોટબંધી-જીએસટીમાં કોઈ ફરક નથી. મોદી સરકારે પહેલા પગમાં કુલ્હાડી મારી અને હવે દિલ પર હુમલો કર્યો છે. મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ભાજપને એ વાતની ખબર નથી કે તેઓ અંગ્રેજો સાથે ઊભા હતા. રાહુલ ગાંધીએ ખેડૂતો સાથેની વાતચીતમાં વારંવાર આ કૃષિ કાયદાને ખેડૂત વિરોધી જ ગણાવ્યો હતો. તેમણે કહ્યું, આ કાયદો ગરીબ ખેડૂતોનું શોષણ કરશે. સરકાર નાના અને મોટા તમામ ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે. જ્યારે ખેડૂતોએ રાહુલ ગાંધી સાથે વાતચીત કરતા કહ્યું કે, એમએસપીને લઈને કોઈ જવાબદારી નથી લીધી. આ કાયદો ફક્ત શ્રીમંત ખેડૂતોને જ ફાયદો કરાવશે.

રાહુલ ગાંધીએ ખેડૂતોને પૂછ્યું કે, આ કાયદામાં સૌથી ખરાબ બાબત શું છે. તો એક ખેડૂતે જવાબમાં કહ્યું કે, જો ખેડૂતોનું સારું જ કરવું હતું તો એમએસપી કેમ નથી લાવતા. ખેડૂતોએ રોષ વ્યક્ત કરતા કહ્યું, અદાણી-અંબાણી ડાયરેક્ટ ખેડૂતો પાસેથી ખરીદી કરશે ?

જ્યારે સંસદમાં કૃષિ બિલને લઈને વિવાદ થઈ રહ્યો હતો ત્યારે રાહુલ ગાંધી વિદેશમાં હતા. જ્યારે તેઓ અહીં પહોંચ્યા ત્યારે દેશમાં આ કાયદાને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ખેડૂતોએ કહ્યું આ કાયદો ખેડૂતોનને ખતમ કરી દેવા માટે બનાવવામાં આવ્યો છે. કોંગ્રેસ દેશભરમાં આ કાયદાનો વિરોધ કરવાની એક પણ તક છોડી નથી રહ્યું. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં જણાવ્યું કે, આ કૃષિ કાયદો આપણા ખેડૂતો માટે મોતની સજા છે. ખેડૂતોનો અવાજ સંસદની અંદર અને બહાર બંને જગ્યાએ કચડી નાખવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details