ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીનું દંગલ: ધ ગ્રેટ ખલીએ ભાજપ માટે કર્યો ચૂંટણી પ્રચાર - Khali election news

ધ ગ્રેટ ખલી ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરવા દિલ્હી આવ્યા હતા. દિલ્હીની સૌથી નાની વિધાનસભા બેઠક ચાંદની ચોક છે. આ બેઠક પર મતદાતાઓની સંખ્યા પણ ઓછી છે. ભાજપે ચૂંટણીના સતરંજમાં સુમન ગુપ્તાને ઉતાર્યા હતા. કોંગ્રેસ તરફથી અલકા લાંબા મેદાનમાં છે.

if-delhi-wants-to-campaign-in-kashmir-to-save-the-country-i-will-do-it-khali
ધ ગ્રેટ ખલીએ ભાજપ માટે કર્યો ચૂંટણી પ્રચાર

By

Published : Feb 5, 2020, 11:09 PM IST

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. બુધવારે સાંજે ચૂંટણી પ્રચાર બંધ કરવામાં આવશે. છેલ્લા કલાકોમાં મતદારોને પોતાના પક્ષમાં મત આપવા રિઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

ધ ગ્રેટ ખલીએ ભાજપ માટે કર્યો ચૂંટણી પ્રચાર

ભાજપે પૂર્વ કાઉન્સેલરને ઉમેદવાર બનાવ્યા

દિલ્હીની ચાંદની ચોક વિધાનસભા બેઠક પરથી ભાજપના કાઉન્સેલર રહી ચુકેલા સુમન ગુપ્તાની ઉમેદવારી આપવામાં આવી છે. બુધવારે જ્યારે સુમન પ્રચાર માટે મજનું કા ટીલા વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે WWE ચેમ્પિયન ધ ગ્રટ ખલી પણ જોડાયા હતા.

દેશને બચાવવા માટે ક્યાંય પણ પ્રચાર કરવા તૈયાર

ભાજપના સમર્થન માટે પહોંચેલા ખલીએ કહ્યું કે, આ દિલ્હી છે, હાલના સમયમાં વિરોધી પક્ષો જે પ્રકારનું વાતાવરણ ઉભા કરી રહ્યાં છે, આવી સ્થિતિમાં જો મારે દેશ બચાવવા માટે કાશ્મીરમાં પ્રચાર કરવો પડશે, તો પણ હું પ્રચાર કરીશ. દિલ્હીમાં પ્રચાર કરવાનો મને આનંદ છે. લોકોમાં ઉત્સાહ ખુબ જ વધારે છે. મને પ્રચાર કરવાનાં બહાને દેશની સેવા કરવાની તક મળી છે.

ABOUT THE AUTHOR

...view details