- બિહારમાં ગઢબંધન સરકાર બનાવશે તો નવો સૂરજ ઊગશે
- તેજસ્વીએ જાહેર મંચથી લાલુ યાદવની કામગીરી અંગે માગી માફી
- બિહારના યુવાનો તેજસ્વી યાદવને માની રહ્યા છે નવો આઈકોન
પટનાઃ બિહાર દેશના પછાત રાજ્યોની યાદીમાં છે. જેના માટે ઘણા લોકોને જવાબદાર માનવામાં આવે છે. તેજસ્વી યાદવના પિતા લાલુ યાદવ પણ આ લિસ્ટમાં છે. તેજસ્વીએ 2020 માટે રાજનીતિને જે રંગ આપ્યો છે તેનાથી એક વાત તો સ્પષ્ટ છે કે તેજસ્વી નીતિગત નિર્ણયના સમયે પોતાના ધૈર્યને જાળવી રાખે છે, પરંતુ જે તેજસ્વી જે આરજેડીને બનાવી રહ્યા છે જો તેમાં નીતિગત નિર્ણયને લઈને કોઈ ચૂક થશે તો બિહારના પછાત રાખવાના અનેક જવાબદાર લોકોમાં તેજસ્વીનું પણ નામ જોડાઈ જશે. તેજસ્વી માટે બિહારની રાજનીતિમાં દરેક પગલું એક નવી લડાઈ જેવું રહેશે.
રાજકીય વારસાવાળી છબીને તોડવી મોટો પડકાર
તેજસ્વી યાદવ માટે સત્તા સુધી પહોંચવું એ હવે થોડું જ દૂર છે, પરંતુ તેજસ્વી જે રાજકીય વારસાનો વંશ છે. તેના માટે તેમણે ડગલે ને પગલે પડકાર ઝીલવા પડશે. બિહારના યુવાનોએ આ યુવા રાજનેતાને નવા બિહારના ઉદ્ભવનો નવો આઈકોન માની લીધો છે. બિહારને લાગી રહ્યું છે કે, તેજસ્વી યાદવ બિહારમાં કંઈક અલગ કરશે. તેજસ્વીએ નોકરીઓ માટે જે વચન આપ્યું છે તેને પૂરું કરવું પડશે. આરજેડી માટે યાદવ જાતિની પાર્ટી હોવી એ એક મોટો પડકાર છે, જેને તેજસ્વીએ તોડવો પડશે. જંગલરાજ જેવા શબ્દ લાલુપ્રસાદ યાદવ માટે બોલવામાં આવતા હતા. તેજસ્વીએ આ છબી બદલવા મહેનત કરવી પડશે. જોકે, દાનાપુરના રિતલાલ યાદવ, મોકામાથી અનંતસિંહ, રામવલ્લભ યાદવ, રામાસિંહ જેવા બાહુબલીઓને ટિકિટ આપવાનું કામ આરજેડીએ કર્યું છે, પરંતુ આના પર અંકુશ પણ રાખવો પડશે. લાલુ યાદવના રાજમાં જેવી રીતે લોકોએ લાલુ યાદવનો ફાયદો ઉઠાવ્યો. જો આવી છૂટ મળી ગઈ તો બિહારને ખૂબ જ નુકસાન થશે, પરંતુ તેજસ્વીની તમામ મહેનત પર પાણી ફરી જશે.