ખીણમાં સરહદ નજીક અખનુર સેક્ટરના પલ્લનવાલામાં સૈન્યની ટૂકડી દરરોજની જેમ પેટ્રોલિંગ કરી રહી હતી, દરમિયાન બ્લાસ્ટ થયો હતો. આ ઘમાકામાં 3 જવાન ઘાયલ થયા હતાં. જેમાં સારવાર દરમિયાન હવલદાર સંતોષ કુમાર નામના જવાન શહીદ થયા છે. જે ઉત્તર પ્રદેશના રહેવાસી હતાં.
જમ્મુ-કાશ્મીરના અખનુરમાં IED બ્લાસ્ટ, 1 જવાન શહીદ, 2 ઘાયલ
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના અખનુરમાં રવિવારે આઈડી બ્લાસ્ટમાં એક જવાન શહીદ થયો જ્યારે અન્ય 2 ઘાયલ થયા છે. સરહદ પાસે ભારતીય સૈન્ય પેટ્રોલિંગ કરી રહ્યું હતું તે સમયે આ બ્લાસ્ટ થયો હતો.
જમ્મુ-કાશ્મીરના અખનુરમાં IED બ્લાસ્ટ, 1 જવાન શહીદ, 2 ઘાયલ
બન્ને ઘાયલ જવાનોની સારવાર ઉઘમપુરની મિલિટ્રી હોસ્પિટલમાં ચાલી રહી છે. જેમાંથી એક જવાનની હાલત ગંભીર હોવાની માહિતી મળી છે.
અધિકારીઓએ જણાવ્યું કે, સરહદ નજીક ભારતીય વિસ્તારમાં બ્લાસ્ટ થયો છે. માનવામાં આવે છે કે, ઇમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઇઇડી) સરહદની નજીક રાખવામાં આવ્યો હતો અને જ્યારે સેનાની પેટ્રોલિંગ ટીમ એડવાન્સ સિક્યુરિટી ચેકપોઇન્ટ તરફ ગઈ ત્યારે વિસ્ફોટ કરવામાં આવ્યો.