ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુંબઇમાં ઇડલી ખાતા પહેલા આ વીડિયો જરુર જોજો...

મુંબઇઃ હાલમાં એક ઇડલી વહેંચનારા વ્યક્તિનો વીડિયો વાઇરલ થયો છે, પરંતુ અહીં સારી અને સ્વાદિષ્ટ ઇડલીની વાત કરવામાં નથી આવી રહી પરંતુ ટોયલેટના પાણીનો પ્રયોગ કરીને આ ઇડલી બનાવવામાં આવી રહી છે. આ વીડિયો વાઇરલ થતાં જ ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન હરકતમાં આવ્યું હતું અને તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી. તે ઉપરાંત તેની સાથે જ આવા પાણીનો ઉપયોગ કરનારા માટે એક સામુહિક ચેતવણી પણ આપી હતી.

By

Published : Jun 1, 2019, 6:09 PM IST

Updated : Jun 1, 2019, 9:34 PM IST

ફાઇલ ફોટો

આ સાથે જ FDA લોકોને જાગૃત કરવા માટેના પ્રયાસ કરી રહ્યું છે અને આ પ્રકારે ખોરાક ન લેવાની અપિલ પણ કરી હતી.

તમે વીડિયોમાં જોઇ શકો છો કે, એક ઇડલી વહેંચનારો, જેને પોતાનો ઇડલીનો સ્ટોલ છે તે એક ટોયલેટના નળમાંથી પાણી ભરી રહ્યો છે અને તેની ચટણી બનાવી રહ્યો છે.

FDAના અધિકારી શૈલેશ અધવે કહ્યું કે, આ વીડિયો અમારા ધ્યાનમાં આવ્યો છે. અમે તે વ્યક્તિ વિરૂદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે તો સાથે જ જણાવ્યું કે, જો વધુ કોઇ આવો બનાવ સામે આવશે તો તેના પર પણ કાર્યવાહી કરવામાં આવશે.

મુંબઇમાં ટોયલેટ વોટરથી ઇડલી બનાવતો વીડિયો થયો વાઇરલ

વધુમાં તેમણે જણાવ્યું કે, જ્યારે આ વ્યક્તિની ધરપકડ કરાશે ત્યારે જ તેનું લાયસન્સ પણ રદ કરવામાં આવશે અને જો કોઇ સેમ્પલ મળશે તો તેને પણ સીઝ કરવામાં આવશે. આ વ્યક્તિ વિરૂદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે. શૈલેશ અધવે જણાવ્યું કે, આ વીડિયો ક્યારે લેવાયો છે અને કઇ જગ્યાનો છે તેની તપાસ કરવામાં આવી રહી છે. કારણ કે, તે પણ ખૂબ જ જરૂરી છે.

Last Updated : Jun 1, 2019, 9:34 PM IST

ABOUT THE AUTHOR

...view details