હૈદરાબાદઃ આંધ્રપ્રદેશના ભદ્રાદી કોઠાગુડેમ જિલ્લાનો રહેવાસી બે વર્ષ પહેલા લાપતા થયો હતો. જેની પંજાબમાંથી ટિકટોક દ્વારા ઓળખ કરવામાં આવી છે. ભદ્રાદિ કોથગુડેમ જિલ્લાના રહેવાસી વેંકટેશ્વરુને ત્રણ પુત્ર અને બે પુત્રીઓ છે. તે કામ પર જઇ રહ્યો છે એમ કહીને તે ઘરેથી નીકળ્યો હતો. જે બાદ પરીજનોએ બર્ગમપડુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે, વેંકટેશ્વરુ પાછો ફર્યો નથી. ત્યારબાદ, વેંકટેશ્વરુ માટે શોધખળ શરુ થઇ હતી.
બે વર્ષ પહેલા ઘર છોડીને ગયેલા વ્યક્તિની ટિકટોક દ્વારા ઓળખ થઈ - પંજાબ લેટેસ્ટ ન્યૂઝ
બે વર્ષ પહેલા ઘર છોડીને ગયેલા વ્યક્તિને પંજાબમાં ભીક્ષાવૃત્તિ કરતો હતો ત્યારે ટિકટોક દ્વારા તેના પરિવારના સભ્યોએ ઓળખી કાઢ્યો છે.
Punjab News
તેના ગામના એક યુવકને વેંકટેશ્વર મળી આવ્યો હતો, જ્યારે તે ટિકટોક સર્ફ કરી રહ્યો હતો. તેમણે વેંકટેશ્વર વિશે તેના પરિવારના સભ્યોને માહિતી આપી હતી. વેંકટેશ્વરે પંજાબના રસ્તાઓ પર ભીખ માગતા જોવા મળ્યો હતો. જે ખબર પડ્યા બાદ તરત જ તેના પુત્રએ અધિકારીઓને આ વિશે માહિતી આપી હતી અને જે બાદ અધિકારીઓએ પહેલ કરીને તેને પાછો મોકલવાની વિનંતી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, પંજાબ પોલીસની વિશેષ પરવાનગીથી પંજાબ ગયા બાદ ત્યાં તે પિતાને શોધીને પોતાના ઘરે પરત ફર્યો હતો.