નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાના કારણે જાહેર કાર્યક્રમો, સભા, સરઘસ, મેળાવડાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઈન્ડિયન સર્ટીફિકેટ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા પણ ધોરણ 10-12ની પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે.
ICSE બોર્ડ પર 'કોરોના ઈફેક્ટ' ધોરણ 10-12ની પરીક્ષા મોકૂફ
કોરોના વાઈરસના કહેર વચ્ચે ઈન્ડિયન સર્ટીફિકેટ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડને ધોરણ 10 અને 12ની પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે.
ICSE બોર્ડ દ્વારા કોરોનાનાં કારણે ધો 10-12ની પરીક્ષા મોકુફ
ધ કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કુલ સર્ટિફિકેટ એક્ઝામિનેશનના ચીફ એક્ઝિક્યુટીવ ગેરી અરાથુને માહિતી આપી હતી કે, 31 માર્ચ સુધી પરીક્ષા નહીં યોજાઈ તેવી જાહેરાત કરી છે. તેમણે ઉમેર્યુ હતું કે, CBSE બોર્ડ ફરી વાર પરીક્ષાની તારીખની જાહેરાત કરશે. જેને ધ્યાનમાં રાખીને ICSE બોર્ડ પણ નવી તારીખો જાહેર કરશે.
TAGGED:
ICSE બોર્ડ