નવી દિલ્હી : કોવિડ -19 પોઝિટિવ કેસ વધવાથી ICMRએ શ્વસન ચેપ પરીક્ષણ પછી 36 વિસ્તારોમાં ક્વોરેન્ટાઈન કરવા સૂચન કર્યુંં છે. રાજધાનીમાં ગુરૂવાર સુધીમાં કોરોના વાઈરસના કારણે 12 લોકોના મોત નિપજ્યા છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે 21 વિસ્તારોમાં 'Operation SHIELD'ની જાહેરાત કરી છે. દિલ્હીમાં 700થી વધુ લોકો કોરોના વાઈરસથી સંક્રમિત છે.
લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે ઉચ્ચ અધિકારીઓને કોરોના અસરગ્રસ્ત વિસ્તારોમાં કન્ટેન્ટ વ્યૂહરચના અને કડક અમલ કરવા પણ નિર્દેશનો આપ્યા હતા. મુખ્યપ્રધાને રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓ સાથે ગેરવર્તન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી હતી. તેના એક દિવસ બાદ 42 વર્ષના એક શખ્સે સફદરજંગ હોસ્પિટલની બે મહિલા નિવાસી ડૉકટરો પર હુમલો કર્યો હતો, જેમાં તેઓએ "કોવિડ -19" ફેલાવ્યાનો આરોપ લગાવ્યો હતો.
રાષ્ટ્રીય રાજધાનીમાં દિલ્હી પોલીસના કોન્સ્ટેબલ અને સર ગંગારામ હોસ્પિટલના 2 પેરામેડિક સ્ટાફ સહિત 51 નવા કેસો નોંધાયા છે. જેમાં કોવિડ-19ના પોઝિટિવ કેસની સંખ્યા 720 છે. દિલ્હી સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું કે, વધુ ત્રણ લોકોના મૃત્યુ થયા છે. આ સાથે દિલ્હીમાં મૃતકોની સંખ્યા 12 થઈ હતી. કુલ કેસમાં 430 કેસ માર્ચમાં તબલીગી જમાતના નિઝામુદ્દીન મરકઝ (કેન્દ્ર)માં યોજાયેલી ધાર્મિક મંડળના છે.
સ્વાસ્થ્યની બુલેટિનમાં નિઝામુદ્દીન મરકઝનું નામ લેવા સામે સવાલ ઉઠાવતા, દિલ્હી લઘુમતી પંચે (ડીએમસી) શહેરના આરોગ્ય વિભાગને કોરોના વાઈરસના કેસ અંગે ટૂંકમાં કેન્દ્રનો ઉલ્લેખ કરવાનું બંધ કરવા સુચવ્યું છે.
ભોપાલમાં તબલીઘી જમાતની મંડળમાં ભાગ લેનારા 22 વર્ષીય વ્યક્તિને આ સપ્તાહની શરૂઆતમાં કોરોના વાઈરસ ફેલાવવાના આરોપ બાદ ઉત્તર પશ્ચિમ દિલ્હીના બાવાનામાં માર મારવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાને કન્ટેન્ટ વિસ્તારોમાં રહેતા લોકોને 'ઓપરેશન શિલ્ડ' લાગુ કરવા સહયોગ આપવા માટે અપીલ કરતા કહ્યું કે, આ કડક પગલા છે, પરંતુ તમને અને અન્ય લોકોને કોવિડ -19થી બચાવવા આ પગલા લેવા આવશ્યક છે.
ઓનલાઇન બ્રીફિંગ દરમિયાન 'ઓપરેશન શીલ્ડ' વિશે માહિતી આપતા કેજરીવાલે જણાવ્યું કે, ઓપરેશનના પ્રથમ 'એસ' હેઠળ સરકાર ત્યાંના પોઝિટિવ કેસના ભૌગોલિક વિસ્તારને તાત્કાલિક સીલ કરશે. હવે પછીના તબક્કે અમે સીલબંધ વિસ્તારોનાં લોકોને હોમ ક્વોરેન્ટાઈન હેઠળ મૂક્યા છે. ત્યારબાદ ત્રીજા તબક્કામાં, કોવિડ -19ના લક્ષણો ધરાવતા લોકોને અલગ કરવાની પ્રક્રિયા શરૂ થશે.
'ઓપરેશન શિલ્ડ'ના 'ઇ' પાત્ર વિશે કેજરીવાલે સમજાવતા જણાવ્યું હતું કે, સરકાર આવશ્યક વસ્તુઓની હોમ ડિલિવરી સુનિશ્ચિત કરશે. આ તબક્કા પછી સરકાર આવા વિસ્તારોમાં સ્વચ્છતા પણ કરશે. જ્યાં કોવિડ-19ના એક કે બે પોઝિટિવ કેસ જોવા મળ્યા હોય, ત્યાં કફ કે અન્ય કોઈ લક્ષણોની તપાસ કરવામાં આવશે.
જનજાગૃતિની આર્થિક અસરને પગલે રાજ્યની તિજોરી પર પડતા ભારણ વિશે જણાવ્યું હતું કે, વેરા વસૂલવાનું લગભગ બંધ થઈ ગયું હોવાથી સરકારે ખર્ચમાં પણ ઘટાડો કર્યો છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરેકને તેમના સ્તરે ખર્ચમાં પણ ઘટાડો કરવો પડશે.