નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઈરસની મહામારી અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. દેશમાં 56 હજારથી વધુ કેસ નોંધાયા છે. કોરોના વાઈરસ સામે લડવા દરેક મોરચે તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અને ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ મળીને કોરોનાની દેશી રસી વિકસાવવા માટે કામ કરશે.
ભારતની ટોચની તબીબી સંશોધન સંસ્થા (આઈસીએમઆર)એ શનિવારે ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ (બીબીઆઈએલ) સાથે કોરોના રસી વિકસાવવા માટે ભાગીદારી કરી છે. આ રીતે કોરોના રોગચાળા સામે લડતા લાખો ભારતીયોને નિશ્ચિતરૂપે રાહત આપી શકીશુ. સરકારી અધિકારીઓએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, ભારતીય તબીબી સંશોધન પરિષદ અને બીબીઆઇએલ બંનેએ આઇસીએમઆરની રાષ્ટ્રીય સંસ્થાના વાયરોલોજી પુણે સાથે ભાગીદારી કરીને કોવિડ-19 માટે એક અલગ વાઈરસ સ્ટ્રેનનો ઉપયોગ કરીને સંપૂર્ણ સ્વદેશી રસી વિકસાવવા નક્કી કર્યુ છે.