નવી દિલ્હી: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા કોરોના વાઈરસનો અસરકારક ઉપાય શોધવા માટે શરૂ કરાયેલા એકતા પરીક્ષણ કાર્યક્રમના ભાગ રૂપે અત્યાર સુધીમાં નવ હોસ્પિટલોને ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી છે.
આ અંગે ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) એ બુધવારે આ માહિતી આપી છે. પરીક્ષણ માટે પસંદ કરાયેલી હોસ્પિટલમાં સારવારના ચાર પ્રોટોકોલ્સ રેમડેસિવીર (લોપિનાવીર અને રીટોનાવીરનું સંયોજન), હાઇડ્રોક્સીક્લોરોક્વિન અને લોપીનાવીર અને રીટોનાવીરનું ઇંટરફેરોન બીટા-1 સાથે મૂલ્યાંકન કરવામાં આવશે. આ હોસ્પિટલોમાં જોધપુર એઇમ્સ, ચેન્નઇની એપોલો હોસ્પિટલ, બીજે મેડિકલ કોલેજ અને અમદાવાદ સ્થિત સિવિલ હોસ્પિટલ અને ભોપાલની વિવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ સામેલ છે.