નવી દિલ્હી: ભારતમાં કોરોના વાઈરસનું પરિક્ષણ ઝડપથી થઈ શકે તે માટે ભારતીય તબીબી સંશોધન પરિષદે (ICMR) કોરાનાના સ્ક્રીનિંગ માટેની કિટ્સ સપ્લાય કરવા બાબતે વિવિધ કંપનીઓના કરારને આમંત્રણ આપ્યું છે. મહત્વનું છે કે, ભારતમાં કોરોના વાઈરસના અસરગ્રસ્તોની સંખ્યા 600ને પાર થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી 13 લોકોનાં મોત થયાં છે. આ અંગે ICMRએ જણાવ્યું કે, અમે યુએસ-ઇયુએ/સીઇ-આઇવીડી/આઈસીએમઆર-એનઆઈવી પુના દ્વારા માન્યતા પ્રાપ્ત સાત લાખ RNA કીટની ખરીદી કરીશું.
કોરાના સામે લડતઃ ICMR ખરીદશે 7 લાખ ટેસ્ટ કિટ્સ - કોરોના વાયરસ
ભારતમાં કોરોના વાઈરસનો પ્રકોપ ઝડપથી ફેલાઇ રહ્યો છે, ત્યારે ભારતીય તબીબી સંશોધન પરિષદે (ICMR) કોરોના વાઈરસની પરિક્ષણ કિટ્સના સપ્લાય માટે ઉત્પાદકોને આમંત્રણ આપ્યું છે.
ICMR ખરીદશે 7 લાખ ટેસ્ટ કિટ્સ
વધુમાં કહ્યું કે, ભારતની કોઈપણ ઉત્પાદક કંપની આ અંગે ગુરુવારે બપોરે 02:30 વાગ્યા સુધી કરાર મોકલી શકે છે. આ કરાર હેઠળ ICMR દ્વારા સાત લાખ પરીક્ષણ કિટ્સ ખરીદવામાં આવશે. અમે શક્ય એટલી વહેલી તકે સપ્લાય કરવાની ખાતરી આપીએ છીએ. જેથી દરેક કંપની માસના પ્રથમ સપ્તાહમાં પોતાની મહત્તમ સપ્લાય ક્ષમતાનો ઉલ્લેખ કરી પોતાનો કરાર મોકલી શકે છે.
મહત્વનું છે કે, આ કિટનું દિલ્હી, મુંબઈ, ડિબ્રુગઢ, ચેન્નાઈ, હૈદરાબાદ અને ભોપાલમાં પ્રાદેશિક કેન્દ્રો પર વિતરણ કરવામાં આવશે.