પાકિસ્તાની સેનાની કોર્ટે એપ્રિલ 2017માં કથિત જાસૂસી અને આતંકવાદના આરોપમાં ભારતીય નાગરિક જાધવને મોતની સજા સંભળાવી હતી. ભારત તેની વિરૂદ્ધમાં મે 2017માં આ મામલાને ICJમાં લઈ ગયો હતો.
કુલભૂષણ જાધવ મામલામાં આજે સુનાવણી, ભારત પાક. આમને સામને - india
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત(ICJ) દ હેગમાં સોમવારથી કુલભૂષણ યાદવના મામલામાં સાર્વજનિક સુનાવણી કરવામાં આવશે. જેમાં ભારત અને પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રની ટોચની કાર્ટ સમક્ષ પોત પોતાની દલીલો રજૂ કરશે. મહત્વનું છે કે દ્ધિતીય વિશ્વયુદ્ધ બાદ આંતરરાષ્ટ્રીય વિવાદોના સમાધાન માટે ICJની સ્થાપના કરવામાં આવી હતી.
સ્પોટ ફોટો
ઉલ્લેખનીય છે કે, ICJના 10 સભ્યોની બેંચે 18 મે 2017માં પાકિસ્તાને આ મામલે ન્યાયિક નિર્ણય આવે ત્યાં સુધી જાધવની સજા આપવા પર રોક લગાવી હતી. ICJએ હેગમાં 18 થી 21 ફેબ્રુઆરી સુધી મામલામાં સાર્વજનિક સુનાવણી કરવાનો સમય નક્કિ કર્યો છે.