ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કુલભૂષણ જાધવ મામલે આવેલા નિર્ણય પર ખુશીનો માહોલ, જાધવના મિત્રો સાથે ઈટીવીની ખાસ વાતચીત - india

હેગ: જાસૂસીના આરોપ હેઠળ પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ મામલામાં નેધરલેન્ડ્સની હેગમાં આવેલી આંતરરાષ્ટ્રીય કૉર્ટ(આઈસીજે) સુનાવણી ચાલી રહી છે. ICJમાં ભારતની મોટી જીત થઈ છે. જેમાં જાદવને ભારતીય દૂતાવાસની મદદ મળશે એવું જણાવવામાં આવ્યું છે.

icj decide on kulbhushan jadhav

By

Published : Jul 17, 2019, 8:32 AM IST

Updated : Jul 17, 2019, 10:03 PM IST

જાસૂસીના આરોપ હેઠળ પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ મામલામાં નેધરલેન્ડ્સની હેગમાં આવેલી આંતરરાષ્ટ્રીય કૉર્ટ(આઈસીજે) સુનાવણી ચાલી રહી છે. ICJમાં ભારતની મોટી જીત થઈ છે. જેમાં જાદવને ભારતીય દૂતાવાસની મદદ મળશે એવું જણાવવામાં આવ્યું છે. ICJમાં ભારતની મોટી જીત થઈ છે. કુલભૂષણ જાદવની ફાંસી પર રોક લગાવી દેવામાં આવી છે. કુલભૂષણ મુદ્દે 16 જજની બેન્ચ ફેસલો સંભળાવવાની હતી. જેમાં 15 જજે ભારત તરફી ફેસલો સંભળાવ્યો છે. 16માં એક માત્ર પાકિસ્તાનના જજે ભારત વિરોધી નિર્ણય કર્યો છે.

ETV ભારત પહોંચ્યુ કુલભૂષણ જાધવના નિવાસસ્થાને, કુલભૂષણ જાધવના મિત્ર સાથે કરી ખાસ વાતચીત. જુવો વીડિયો..

કુલભૂષણ જાધવના મિત્ર સાથે ETV ભારતની ખાસ વાતચીત

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાનની કાયદાકીય ટીમનું નેતૃત્વ મહાન્યાયવાદી મંસૂર ખાન કરી રહ્યાં છે. આ ટીમ સાથે પાકિસ્તાનના વિદેશ ખાતાના પ્રવક્તા મોહમ્મદ ફૈસલ પણ પહોંચ્યા છે. પાકિસ્તાની મીડિયાનું કહેવું છે કે, દેશના કાયદાકીય વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર આઈસીજે કુલભૂષણ જાધવને મુક્ત કરવાની ભારતની માંગને ફગાવી દેશે.

ભારતીય નૌસેનાના રિયાયર્ડ અધિકારી કુલભૂષણ જાધવ હાલ પાકિસ્તાનની જેલમાં બંધ છે. કુલભૂષણ જાધવની પાકિસ્તાની સૈન્ય દ્વારા 3 માર્ચ 2016ના રોજ જાસૂસી અને આંતકવાદના આરોપ હેઠળ બલૂચિસ્તાનથી ધરપકડ કરી હોવાનો દાવો પાકિસ્તાન કરી રહ્યું છે. જે બાદ પાકિસ્તાને જાધવને મૃત્યુની સજા સંભળાવી હતી. પરંતુ ભારતે પાકિસ્તાનના તમામ દાવાને ખોટા ઠેરવ્યા છે.

આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ચાલતી કાર્યવાહી

કુલભૂષણ જાધવ રિટાયર્ડ થયાં બાદ ધંધાકીય કામ માટે ઈરાન ગયા હતા. જ્યાં પાકિસ્તાની અધિકારીઓએ તેમનું અપહરણ કરી લીધું હતુ. ભારત પાકિસ્તાની સૈન્ય કૉર્ટે સંભળાવેલી ફાંસીની સજા વિરૂદ્ધ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પહોંચ્યું છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય કૉર્ટે જાધવની ફાંસીની સજા પર સ્ટે મૂક્યો હતો અને હવે આ મુદ્દે આંતરાષ્ટ્રીય કોર્ટ ચુકાદો આપશે.

Last Updated : Jul 17, 2019, 10:03 PM IST

ABOUT THE AUTHOR

...view details