ઈબ્રાહિમ ખલીફુલ્લાની એપ્રિલ-2012માં સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ તરીકે નિમણુક કરવામાં આવી હતી. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, હાલ તે નિવૃત્ત થઈ ગયા છે, પરંતુ તેઓ અનેક મહત્ત્વના નિર્ણયો લેવા માટે જાણીતા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઈન્ડિયા (BCCI)ને પારદર્શી બનાવવાની પ્રક્રિયામાં તેમણે જસ્ટિસ લોઢા સાથે મળી કામ કર્યુ હતું.
ઈબ્રાહિમ ખલીફુલ્લાનોજન્મ-23 જુલાઈ, 1951ના રોજ તમિલનાડુના શિવગંગા જિલ્લામાં થયો હતો. જસ્ટિસ કલીફુલ્લાનું પુરૂ નામ ફકીર મોહમ્મદ ઈબ્રાહિમ ખલીફુલ્લા છે. તેમણે 20 ઓગસ્ટ, 1975માં વકીલ તરીકે પોતાના કાનૂની કરિયરની શરૂઆત કરી હતી. તે શ્રમ કાનૂન સંબંધિત મામલામાં સક્રિય વકીલ રહ્યાં હતાં.