ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતીય વાયુસેનાએ વધુ એક પાકિસ્તાન ડ્રૉન તોડી પાડ્યું - Gujarati News

ન્યૂઝ ડેસ્કઃ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં હિંદૂમલકોટ બોર્ડર પાસે ભારતીય સેનાએ પાકિસ્તાનના એક ડ્રોન પર હુમલો કર્યો હતો. આ ડ્રોન ભારતીય સેના પર નજર રાખવા માટે ઉડાવવામાં આવ્યું હતું. ફાયરિંગનો અવાજ આવતા જ લોકો પોતાના ઘરમાંથી બહાર આવી ગયા હતા.

કોન્સેપ્ટ ફોટો

By

Published : Mar 9, 2019, 7:59 PM IST

ભારતીય વાયુસેના તરફથી હજુ સુધી આ મામલે કોઇપણ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, રેણુકા અને મદેરા ગામોમાં લગભગ અડધી કલાક સુધી ફાયરિંગનો અવાજ આવતો હતો.

જો કે, પુલવામા હુમલા પછી ભારતે પાકિસ્તાન વિરૂધ્ધ કાર્યવાહી કરતા એર સ્ટ્રાઇક કરી હતી, ત્યારબાદ પાકિસ્તાન ગભરાયેલું છે અને સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે.

કોન્સેપ્ટ ફોટો

રાજસ્થાનમાં શ્રીગંગાનગરમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર ફાયરિંગ થઇ રહ્યું છે. ગ્રામીણોના જણાવ્યા અનુસાર, લગભગ 12 વાગ્યા પછી ઘીમે-ધીમે ફાયરીંગ થઇ રહ્યું છે. એક તરફ, સીમા સુરક્ષા દળે બોર્ડર વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે. ગ્રામીણ લોકોને કોઇપણ સંદિગ્ધ વસ્તુ દેખાય તો તુરંત સૂચના આપવા જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details