પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર બાદ વીર ચક્રનું સ્થાન આવે છે. અભિનંદને વીરચક્ર આપવાની ભલામણ વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરનાર મિરાજ-2000 યુદ્ધ વિમાનોના 12 પાયલટો માટે પણ વાયુસેનાએ મેડલનો નિર્ણય લીધો છે.
એર સ્ટ્રાઈકના હિરો, વિંગ કમાન્ડર અભિનંદનને કરાઈ વીરચક્ર આપવાની ભલામણ - vir chakra
નવી દિલ્હી: દેશને ગર્વ અપાવનાર વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનમદન સમ્માનિત થશે. વાયુસેના હવે વિંગ કમાન્ડર અભિંદનને વીર ચક્ર આપવાની ભલામણ કરી છે. વીરચક્ર સમ્માન યુદ્ધના સમયે યોગદાન માટે આપનાર સમ્માનોમાં ત્રીજું સર્વશ્રેષ્ઠ સમ્માન છે.
સ્પોટ ફોટો
26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાના તરફથી પાકિસ્તાનના બાલાકોટમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઈકના આગળના દિવસે પાકિસ્તાનની વાયુસેનાએ ભારતીય સરહદમાં ઘુસવાની કોશિશ કરી હતી. જેની પર ભારતીય વાયુસેનાએ જવાબી કાર્યવાહી કરી હતી. હવાઈ લડાઈ દરમિયાન અભિનંદનનું મિગ પાકિસ્તાની સરહદમાં પડ્યું હતું. જે બાદ પાકિસ્તાને અભિનંદનને કેદ કરી લીધા હતા.
અભિનંદને આ હવાઈ અથડામણમાં પાકિસ્તાનનું F-16 વિમાન ઠાર કર્યું હતું, પરંતુ પાકિસ્તાન આજ સુધી તે વાતને નકારતું રહ્યું છે. ભારતને એક મિગ-21 વિમાન ગુમાવવું પડ્યું હતું.