શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં ભારતીય વાયુસેનાના એક જવાને પોતાની સર્વિસ રાઈફલથી આત્મહત્યા કરી છે.
પોલીસ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે, 22 વર્ષીય શુભમસિંહ પરમાર ઉધમપુરના વાયુસેના સ્ટેશનમાં સંતરીના રૂપે ફરજ બજાવતા હતા. તેમણે ખૂદને ગોળી મારી આત્મહત્યા કરી છે.