નવી દિલ્હીઃ કોરોનાને લીધે હાલ ચીનમાં ચિંતાના વાદળો છવાઈ ગયા છે. કોરોના વાયરસને લીધે રોજ 100 કરતાં પણ વધારે લોકો મોતને ભેટી રહ્યાં છે. આ વાયરસથી વુહાન શહેર સૌથી વધુ પ્રભાવિત છે. જ્યાં હજી પણ કેટલાય ભારતીયો ફસાયેલા છે. આજે ભારત વાયુસેનાના એરક્રાફ્ટને મોકલવામાં આવશે. જે ત્યાં ફસાયેલા ભારતીયોને દેશમાં પરત લાવશે.
ચીનમાં કોરોનાની ભાયનક અસર, C-17 એરક્રાફ્ટ વુહાનથી 120 ભારતીયોને પરત લાવશે - corornavirus news
કોરોના વાયરસથી પ્રભાવિત ચીનના વુહાન શહેરમાં હજી અનેક ભારતીયો ફસાયેલા છે. જે લોકને દેશમાં પરત લાવવા માટે ભારત વાયુસેના એરક્રાફ્ટ C-17 ગ્લોબમાસ્ટર વુહાન જશે. આ સાથે તે ચીનમાં વાયરસથી પીડાતા લોકો માટે મેડિકલ રાહત સામગ્રી પણ મોકલવામાં આવશે.
હાલ ચીન મહામુસીબતનો સામનો કરી રહ્યું છે. કોરોના વાયરસને લીધે રોજ અનેક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યાં છે. ચીનમાં ઘણાં ભારતીયો પણ ફસાયા છે. વાયરસથી પ્રભાવિત વુહાન શહેરમાં ભારતીયોને દેશ પરત લાવવા આજે ભારત વાયુસેનાના એક એરક્રાફ્ટને વુહાન મોકલવામાં આવશે.
આ સાથે વાયરસથી પીડાતા લોકો માટે મેડિકલ રાહત સામગ્રી પણ મોકલવામાં આવશે. કોરોના વાયરસનું કેન્દ્ર વુહાન શહેર છે. જ્યાં આશરે 120 ભારતીય હજી ફસાયેલા છે. જે લોકોને લેવા આજે વાયુસેના એરક્રાફ્ટ C-17 ગ્લોબમાસ્ટર વુહાન જશે.