ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નોટબંધી પછી IAF એ 625 ટન નવી નોટનું આવન ગમન કર્યુ : ધનોઆ - ભૂતપુર્વ એર ચીફ

મુંબઈ: ભૂતપૂર્વ એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆએ કહ્યું કે વર્ષ 2016માં નોટબંધી પછી ભારતીય વાયુ સેના (IAF) એ દેશના વિવિધ ભાગોમાં 625 ટન નવી ચલણી નોટનું આવન ગમન કર્યુ હતું.

નોટબંધી પછી IAF એ 625 ટન નવી નોટનું આવન ગમન કર્યુ : ધનોઆ
નોટબંધી પછી IAF એ 625 ટન નવી નોટનું આવન ગમન કર્યુ : ધનોઆ

By

Published : Jan 6, 2020, 7:51 AM IST

નવેમ્બર, 2016 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 500 અને 1000 રૂપિયાની જૂની નોટને બંધ કરવાની જાહેરાત કરી હતી.

શનિવારે અહીં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી દ્નારા આયોજીત ટેક ફેસ્ટ કાર્યક્રમમાં સંબોધન કરતા ભૂતપુર્વ એર ચીફ ધનોઆએ કહ્યું હતું કે (IAF) આઈએએફએ નોટબંધીની જાહેરાત કર્યા બાદ 625 ટન ચલણી નોટનું આવન ગમન કર્યુ હતું.

જણાવી દઇ એ કે ધનોઆ 31 ડિસેમ્બર, 2016 થી 30 સપ્ટેમ્બર 2019 સુધી આઈએએફ ચીફ હતા.

ટેકફેસ્ટ ઇવેન્ટ દરમિયાન, તેઓએ રાફેલ ખરીદી સોદા અંગે પણ ઉલ્લેખ કરતા કહ્યું કે વિવાદોથી સશસ્ત્ર દળોની ક્ષમતાઓને અસર પહોંચે છે.

બોફોર્સ ગન 'સારી' હોવા છતાં બોફોર્સ કરાર પણ વિવાદમાં ફસાયો (રાજીવ ગાંધી સરકાર દરમિયાન).

તેમણે એમ પણ કહ્યું હતું કે, ગયા વર્ષે બાલાકોટ સ્ટ્રાઇક બાદ ભારત-પાકિસ્તાન સ્ટેન્ડ-ઓફ દરમિયાન વિંગ કમાન્ડર અભિનંદન વર્થમન મિગ 21ને બદલે રાફેલ ઉડાવી રહ્યો હોત, તો પરિણામ કઇક અલગ જ હોત.

ABOUT THE AUTHOR

...view details