ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વાયુસેના પ્રમુખે તેજસ ફાઈટર જેટમાં ઉડાન ભરી - એર ફોર્સ સ્ટેશન સુલુર

તેજસના બીજા સ્ક્વોડ્રોનને તમિલનાડુના કોઈમ્બતુરમાં એરફોર્સમાં સામેલ કરવામાં આવ્યું છે. એરફોર્સ ચીફે તેજસ ફાઈટર પ્લેનમાં ઉડાન ભરી હતી. તેમને સિંગલ સીટર ફાઈટર એરક્રાફ્ટ તેજસમાં ઉડાન ભરી હતી.

Light Combat Aircraft Tejas
Light Combat Aircraft Tejas

By

Published : May 27, 2020, 1:47 PM IST

તામિલનાડુ: મંગળવારે સ્વદેશી વિમાન તેજસને એરફોર્સના બીજા સ્ક્વોડ્રોનમાં સામેલ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભારતીય વાયુસેનાના વડા (એર ચીફ માર્શલ) આરકેએસ ભાદોરિયાએ બુધવારે લાઈટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ(LCA) તેજસ ફાઈટર એરક્રાફ્ટમાં ઉડાન ભરી હતી.

બીજા સ્ક્વોડ્રોન એરફોર્સમાં જોડાયા

તેજસનો બીજો સ્કવોડ્રોન તામિલનાડુના કોઈમ્બતુર નજીક સુલુર એરબેઝ ખાતેના એક કાર્યક્રમમાં વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એરફોર્સ ચીફ ભાદોરીયાએ તામિલનાડુના કોઈમ્બતુરના સુલુર એરબેઝ પર સિંગલ સીટર લાઈટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ તેજસ ફાઈટર એરક્રાફ્ટમાં ઉડાન ભરી હતી.

બુધવાર સવારે LCA તેજસ ફાઈટર એરક્રાફ્ટમાં એરફોર્સના ચીફ (એર ચીફ માર્શલ) આરકેએસ ભદૌરિયાએ એર ફોર્સ સ્ટેશન સુલુરમાં ઉડાન ભરી હતી. મેક ઈન ઈન્ડિયા તેજસના એરફોર્સમાં 18 સ્ક્વોડ્રોન સેકન્ડ સ્ક્વોડ્રોનની સંપૂર્ણ કામગીરી માટે વાયુસેનાના વડા સુલુરની મુલાકાતે છે.

ABOUT THE AUTHOR

...view details