નવી દિલ્હીઃ ઈરાનમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવા IAF C-17 ગ્લોબમાસ્ટર નામનું વિમાન મોકલવામાં આવ્યું હતું. આ ભારતીય વાયુસેનાનું વિમાન સી-17 ગ્લોબમાસ્ટર સોમવાર રાત્રે 8:30 ઈરાન જવા નિકળ્યું હતું. આ વિમાન વિંગ કમાન્ડર કેપ્ટન કરન કપૂરની આગેવાનીમાં ભારતીય નાગરિકોને સાથે વિમાન પરત ફર્યુ છે. આ પહેલા વિદેશ પ્રધાન એસ જયશંકરે ટ્વીટ કરી ઈરાનમાં ભારતીય દૂતાવાસ, ઈરાનમાં કામ કરતી મેડિકલ ટીમ અને વાયુ સેનાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઈરાનમાં ફસાયેલા ભારતીય લોકોને પરત લાવવાની કાર્યવાહી ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ઈરાનમાં કોરોના વાયરસને કારણે 200થી વધુ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 6000 લોકોને કોરોના વાયસરે તેના લપેટામાં લીધા છે. જ્યાં 2000 ભારતીયો રહે છે. કોરોના વાયરસના કારણે ઈરાનમાં ભારતીય વિદ્યાર્થીઓ તેમજ અન્ય લોકોને પરત લાવવા આ વિમાન ઈરાન મોકલવામાં આવ્યું હતું. આ દરમિયાન વિદેશ પ્રધાન એસ જયશંકરે શ્રીનગરનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસમાં તેમણે ઈરાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકોના પરિવાર સાથે મુલાકાત કરી હતી. તેમને આશ્વાસન આપ્યું હતું કે, તેમને ટૂંક સમયમાં પરત લાવવામાં આવશે.
કોરોના વાયરસ અસરગ્રસ્ત દેશોમાં સમાવિષ્ટ ઈરાનથી ભારતીયોને પરત લાવવા ઈરાનના અધિકારીઓ સાથે વાતચીત ચાલી રહી છે. આ સાથે વાયરસના શંકાસ્પદ અસરગ્રસ્ત 300 ભારતીયોના લાળના નમુના વિમાન મારફતે તેહરાનથી શુક્રવારે દિલ્હી લાવવામાં આવ્યાં હતાં. કોરોના વાયરસના ફેલાવાને પગલે ઈરાનથી આવનારી દરેક ફ્લાઈટ રદ્દ કરવામાં આવી હતી. ઈરાની એરલાઈન દિલ્હી અને મુંબઈ માટે અઠવાડિયામાં 3 ફ્લાઈટ મુકાય છે.
ઉલ્લેખનીય છે કે, ભારતી વાયુસેનાનું મુસાફરી વિમાનને સોમવારે ઈરાન મોકલવામાં આવ્યું હતું. કોરોના વાયરસનો ફેલાવો ઈરાનમાં વધી રહ્યો છે. જે કારણે ત્યાં ફસાયલા ભારતીયોને પરત લાવવા માટે આ વિમાન ઈરાન મોકલવામાં આવ્યું હતું. રવિવારે સી-17 ગ્લોબમાસ્ટર સેના વિમાન રાત્રે 8 વાગે હિંડન એરપોર્ટથી નિકળ્યું હતું. ઈરાનમાં જ્યા કોરોના વાયરસ ફેલાયો છે, ત્યાં લગભગ 2000 ભારતીય વસવાટ કરે છે. ત્રણ દિવસ પહેલા મહાન એરલાઈનના વિમાન મારફતે 300 ભારતીયોના લાળનો નમુના ઈરાનથી ભારત લાવવામાં આવ્યાં હતાં.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પહેલા ઈરાનમાં રહેતા ભારતીયોને કોરોના વાયરસની તપાસ કરવા માટે એક પ્રયોગશાળા ખોલવાનું હતું, પરંતું સામાન લાવવા લઈ જવાના મુદ્દે આ યોજના પડતી મુકવામાં આવી હતી.