ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાયલટ અભિનંદનની વાપસી માટે બોલિવૂડે કરી પ્રાર્થના, જાણો શું કહ્યું? - pakistan

મુંબઈ: છેલ્લા 2 દિવસથી ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર ગુમ થઈ ગયાં હતાં. બાદમાં પાકિસ્તાને દાવો કર્યો કે, વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાની કસ્ટડીમાં છે. તેમની વાપસી માટે આજે બધા પ્રાર્થના કરી રહ્યા છે અને યુદ્ધ ન થાય તે માટે શાંતિનું આહવાન કર્યું છે.

સ્પોટ ફોટો

By

Published : Feb 28, 2019, 6:07 PM IST

બોલિવૂડ પણ આજે ભારત પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવની સ્થિતિના કારણે ચિંતામાં છે. આ સાથે જ એરફોર્સના વિંગ કમાન્ડર પાકિસ્તાનમાં હોવાને લીધે ચિંતા વધી છે. બોલિવૂડના સ્ટાર્સે તેમની ઘરવાપસીને લઈને સતત ટ્વીટ કરી રહ્યા છે.

અભિનેત્રી નિમ્રત કૌરે કહ્યું કે, વિંગ કમાન્ડર અભિનંદનના પરિવાર અને પ્રિયજનોને શક્તિ મળે. આ કઠીણ પરિસ્થિતિમાં રાષ્ટ્રની પ્રાથના અને આત્મા તેમની સાથે છે. આશા રાખું છું કે વિગ કમાન્ડર જલ્દી ભારતની ઘરતી પર પાછો આવશે. સુષ્મિતા સેને કહ્યું કે, અમે વિંગ કમાન્ડર અભિનંદનની સુરક્ષિત વાપસી માટે પ્રાર્થના કરી રહ્યા છીએ.

ABOUT THE AUTHOR

...view details