ETV ભારત સાથે વાત કરતા જાવેદ હબીબે કહ્યું કે, તેઓ મોદી સરકારથી ઘણા પ્રભાવિત છે. ખાસ કરીને સ્કિલ ઈન્ડિયાા કાર્યક્રમથી. જાવેદ હબીબે કહ્યુ કે, તેમનો વ્યવસાય સ્કિલ વાળો છે અને મોદી સરકાર આ ક્ષેત્રમા બહુ જ સારુ કામ કર્યું છે.
BJPમાં જોડાયો છું, તો સમાજની વાત કરીશ: જાવેદ હબીબ - gujarati news
નવી દિલ્હી: ભાજપમાં જોડાયા બાદ પ્રખ્યાત હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબે કહ્યું કે, તેઓ પોતાના સમાજના પ્રશ્નોને બહાર લાવશે. પોતાના લોકો માટે લડશે એમનો અવાજ બનશે.
સ્પોટ ફોટો
જાવેદે વધુમાં કહ્યુ કે, મોદી સરકારના કાર્યકાળ દરમિયાન સ્કિલ સાથે જોડાયેલા વ્યવસાયોને પ્રોત્સાહન મળ્યું છે. હું ભાજપમાં આવ્યું છુ, તો સમાજ માટે બોલીશ, પોતાના સમાજની સાથે સાથે દેશ માટે પણ કંઈ કરવા માગું છું.
જાવેદે કહ્યું કે, વર્ષોથી સફળ કરી રહ્યો છુ, પરંતુ કોઈ પણ પ્રકારનો વિરોધનો સામનો નથી કરવો પડ્યો. ચૂંટણી ટિકિટ વિશે વાત કરતા હબીબે કહ્યું કે, ભાજપ ટિકિટ આપશે તો, જરૂર ચૂંટણી લડીશ.