ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને લઇ વડાપ્રધાન મોદીએ કર્યો મહત્વનો ખુલાસો, જાણો શું કહ્યું? - pm narendra modi

સોમવારના રોજ વડાપ્રધાન મોદીના એક ટ્વીટે દેશમાં જાણે થોડીવાર માટે તો ખળભળાટ સર્જી દીધો હતો. આ તકે વડાપ્રધાને ટ્વીટનો આજરોજ પ્રતિ-ઉત્તર આપ્યો હતો અને જણાવ્યું હતું કે, પોતાનું સોશીયલ મીડિયા એકાઉન્ટ્સ ચાલુ રાખશે. ઉલ્લેખનીય છે કે, સોમવા઼રના રોજ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બંધ કરવાનું કહ્યું હતું.

સોશીયલ મીડિયા એકાઉન્ટ્સને લઇ વડાપ્રધાન મોદીએ કર્યો મહત્વનો ખુલાસો
સોશીયલ મીડિયા એકાઉન્ટ્સને લઇ વડાપ્રધાન મોદીએ કર્યો મહત્વનો ખુલાસો

By

Published : Mar 3, 2020, 3:02 PM IST

નવી દિલ્હી: વડાપ્રધાના મોદીએ આજે સોશિયલ મીડિયા બંધ કરવાના ટ્વીટને લઇ અંતે મહત્વનો ખુલાસો કર્યો હતો. આ તકે વડાપ્રધાને આજરોજ કહ્યું હતું કે, તેઓ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બંધ નહીં કરે અને આ તકે બીજી પણ મહત્વની જાહેરાત કરી હતી. જેમાં વડાપ્રધાન મોદી પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ મહિલા દિવસના દિવસે પ્રેરણાત્મક મહિલાઓને સોંપશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મહિલા દિવસ નિમિત્તે હું મારૂ સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓને સમર્પિત કરીશ. જેનાથી લાખો લોકોને પ્રેરણા મળશે. આ તકે વડાપ્રધાન મોદીની સોમવારના ટ્વીટની અટકળોનો આખરે અંત આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ સોમવારના રોજ એક ટ્વીટ કર્યુ હતું. જે ટ્વીટમાં તેઓએ પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બંધ કરવાને લઇને જણાવ્યું હતું. આ તકે થોડીવાર માટે તો વડાપ્રધાનના ટ્વીટના રિ-ટ્વીટ કરી લોકોએ સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરવાની વિનંતી કરી હતી. આ તકે લગભગ માત્ર એક જ કલાકમાં વડાપ્રધાન મોદીના ટ્વીટના 26000 રિ-ટ્વીટ આવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details