બંગાળી ફિલ્મ 'બાઘિની-બંગાળ ટાઈગ્રેસ' એક એવી સાધારણ છોકરીની છે, જે પોતાના રાજનૈતિક પ્રતિસ્પર્ધિની વિરુદ્ધ સંઘર્ષ કરી રાજ્યની મુખ્યપ્રધાન બનવા સુધીની સફરની નક્કી કરે છે. આ ફિલ્મની પૂરી કથા બેનર્જીના જીવનને મળતી આવે છે, કારણ કે, મમતાએ પશ્વિમ બંગાળમાં વામ મોર્ચાની સરકાર વિરુદ્ધ ખૂબ જ સંઘર્ષ કર્યો હતો. તેણીએ વામ મોર્ચાના 30 વર્ષના શાસનને જડમૂળથી ઉખાડીને 2011માં સત્તા પોતાના નામે કરી હતી.
કોઈપણ બાયોપિક સાથે મારો કોઈ સંબંધ નથીઃ મમતા બેનર્જી
કોલકાતાઃ પશ્વિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ બુધવારે બાયોપિક સાથે પોતાના સંબંધનો ઈન્કાર કર્યો છે. તેમણે લોકોને ચેતવણી આપતા કહ્યું કે, તેઓ તેમને માનહાનિનો દાવો કરવા માટે મજબુર ન કરે.
બેનર્જીએ કહ્યું કે, જો કેટલાક યુવાન છોકરાઓએ કેટલીક કથાઓ ભેગી કરી અને પોતાની જાતને વ્યક્ત કરે છે, તો આ તેમનો મુદ્દો છે તેના મારાથી કોઈ સંબંધ નથી. હું નરેન્દ્ર મોદી નથી. બેનર્જીએ ટ્ટીટ કરી કહ્યુ કે, કોઈક આ પ્રકારની અફવાઓ ફેલાવી રહ્યુ છે! કોઈપણ બાયૉપિક સાથે મારો કંઈ પણ સંબંધ નથી. કૃપા કરીને મને ખોટી અફવાઓ ફેલાવીને તેના પર માનહાનિનો દાવો કરવા માટે મજબુર ન કરો.
નોંધનીય છે કે, ચૂંટણી પંચે ત્રણ અલગ અલગ વેબસાઇટ્સથી 'બાઘિનીઃ બંગાળ ટાઇગ્રેસ' ના ટ્રેઇલરને દૂર કરવાની સૂચના આપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ફિલ્મને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની બાયોપિક બતાવવામાં આવી રહી છે.