રતલામ / ભોપાલ: મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે કોઈ પણ નેતાનું નામ લીધા વિના પૂર્વ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા પર મોટો હુમલો કર્યો છે. તેમણે કહ્યું, "હું ન તો ટાઈગર છું અને ન તો મેં ક્યારેય ચા વેચી છે."
હું મહારાજા નથી, મામા નથી, મેં ક્યારેય ચા વેચી નથી: કમલનાથ - જ્યોતિરાદિત્ય સિંધિયા
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે કોઈ પણ નેતાનું નામ લીધા વિના પૂર્વ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા પર મોટો હુમલો કર્યો છે. તેમણે કહ્યું, "હું ન તો ટાઈગર છું અને ન તો મેં ક્યારેય ચા વેચી છે."
રતલામ જિલ્લાના સૈલાના ખાતે પ્રભુ દયાલ ગેહલોતની પ્રતિમાના અનાવરણ સમારોહમાં હાજરી આપનાર કમલનાથે પોતાની શૈલીમાં પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, "હું મહારાજા નથી, મામા નથી, મેં ક્યારેય ચા વેચી નથી. હું ફક્ત કમલનાથ છું. ઘણા લોકો કહે છે કે હું ટાઈગર છું. હું ન તો ટાઈગર છું, ન કાગળનો ટાઈગર છું, હવે એ તો જનતા નક્કી કરશે કે કોણ શું છે?"
એક દિવસ અગાઉ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથ અને દિગ્વિજય સિંહ પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું કે, "ટાઈગર ઝિંદા હૈ, કમલનાથ અને દિગ્વિજય સિંઘ સાંભળો ટાઈગર ઝિંદા હૈ." કમલનાથે શિવરાજસિંહ ચૌહાણ પર પણ જોરદાર હુમલો કર્યો. તેમણે કહ્યું, "હવે ચૌહાણ ફરી ઘોષણા કરશે. ફોટાનું રાજકારણ શરૂ થશે. યુવાનોએ આ ફોટોના રાજકારણને સમજવું પડશે."