ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાયલટે કોંગ્રેસની પીઠમાં છરો ભોંક્યો, સામે આવ્યું ચરિત્ર: અશોક ગેહલોત

રાજસ્થાનમાં રાજકીય અનિશ્ચિતતા વચ્ચે, મુખ્યપ્રધાન અશોક ગેહલોતે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે અમે પાયલટના કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. તેમણે કહ્યું કે અમને આશા છે કે તેઓ કોંગ્રેસ માટે વધુ સારું કામ કરશે, પરંતુ તેમણે સરકારને પછાડવાનો પ્રયાસ કર્યો.

અશોક ગેહલોત
અશોક ગેહલોત

By

Published : Jul 20, 2020, 5:33 PM IST

જયપુર: રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે કહ્યું છે કે અમે સચિન પાયલટના કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. તેમણે કહ્યું કે અમને આશા છે કે તેઓ કોંગ્રેસ માટે વધુ સારું કામ કરશે, પરંતુ તેમણે સરકારને પછાડવાનો પ્રયાસ કર્યો.

ગેહલોતે કહ્યું, હવે પાયલટનું ચરિત્ર બધાની સામે આવી ગયું છે. મુખ્યપ્રધાને પાયલોટ પર આરોપ લગાવ્યો કે તે જાણે છે કે તે નાકારો અને અસમર્થ છે. તે કાંઈ કામ કરી રહ્યો નથી, ખાલી લોકો વચ્ચે ઝગડા કરાવી રહયો છે. હું અહીં શાકભાજી વેચવા નથી આવ્યો, હું મુખ્યપ્રધાન તરીકે આવ્યો છું. અમે નથી ઈચ્છતા કે કોઈ તેમની વિરુદ્ધ બોલે, બધાએ તેમનું સન્માન કર્યું છે.

સોમવારે મીડિયા સાથે વાતચીત કરતાં અશોક ગેહલોતે કહ્યું કે સચિન પાયલટે કોંગ્રેસની પીઠમાં છૂરો ભોંક્યો છે. તેમને નાની ઉંમરે ઘણું બધું મળી ગયું હતું. અમે ક્યારેય સચિન પાયલટ પર સવાલ ઉઠાવ્યા નથી. સાત વર્ષમાં રાજસ્થાન એકમાત્ર એવું રાજ્ય હતું જ્યાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષને બદલવાની માંગ નથી થઇ.

તેમણે જણાવ્યું હતું કે આ જે રમત બની છે, તે 10 માર્ચ પર થવાની હતી. તેઓ કોંગ્રેસના અધ્યક્ષ બનવા ઇચ્છતા હતા, મોટા કોર્પોરેટરો તેમને ભંડોળ પૂરું પાડે છે અને આ ભંડોળ ભાજપ દ્વારા આપવામાં આવે છે.

અશોક ગેહલોતે કહ્યું કે દેશભરના ઘણા કોર્પોરેટ ગૃહો પીએમ મોદીને ખુશ કરવા માગે છે. તેમણે કહ્યું કે મને પહેલેથી જ માહિતી મળી હતી કે મારા નજીકના લોકોના ઘરે સીબીઆઈ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

ગેહલોતે કહ્યું કે જે નેતાઓ મારી નજીકના હતા તેમના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, દેશભરમાં ગુંડાગીરી ચાલી રહી છે, કોંગ્રેસના ધારાસભ્યોના મોબાઇલ છીનવાઈ ગયા છે, તેઓને બંધક બનાવી લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની સરકારને નીચે લાવવાનાં પગલાં ભાજપ માટે આત્મઘાતી સાબિત થવાના છે.

ABOUT THE AUTHOR

...view details