ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમેરિકી પ્રમુખ હાઇડ્રોક્સીક્લોરોક્વીન માટે શું કામે એટલા ચિંતિત છે...?

ભારતે હાઇડ્રોક્સીક્લોરોક્વીન નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. તેના પર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્ંપે કહ્યુ કે, જો ભારત કોવિડ-19 વિરુદ્ધની લડાઇમાં આવશ્યક દવાઓના સ્ટોકને બહાર ન પાડે, તો અમેરિકા તેના વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરી શકે છે. આવો જાણો આ દવાને લઇ એટલો વિવાદ કેમ થયો.

અમેરિકી પ્રમુખ હાઇડ્રોક્સીક્લોરોક્વીન માટે શું કામે એટલા ચિંતિત છે
અમેરિકી પ્રમુખ હાઇડ્રોક્સીક્લોરોક્વીન માટે શું કામે એટલા ચિંતિત છે

By

Published : Apr 8, 2020, 5:12 PM IST

હૈદરાબાદ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કહ્યુ કે જો ભારત કોવિડ-19 વિરુદ્ધ લડાઇમાં આવશ્યક દવાનો સ્ટોક આપશે નહી, તો અમેરિકા કાર્યવાહી કરી શકે છે.

જુઓ આ દવાને લઇ એટલો વિવાદ કેમ વકર્યો ?

હકીકતમાં હાઇડ્રોક્સીક્લોરોક્વીનની નિકાસ પર ભારતે હાલમાં જ પ્રતિબંધ લગાવ્યો હતો. જણાવીએ કે ભારત આ દવાનો વિશ્વમાં સૌથી વધુ નિકાસ કરનાર અને ઉત્પાદક કરનાર દેશ છે.

નિકાસ કરવાના પ્રતિબંધ લાગ્યાના આગળના દિવસે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ભારતીય વડાપ્રધાન સાથે ફોન પર વાત ચીત કરી હતી.

જણાવી દઇએ કે બંને નેતાઓ વચ્ચે મિત્રતા સારી છે અને હાલમાં જ ટ્રંપ ભારત પ્રવાસથી પરત ફર્યા છે.

હાઇડ્રોક્સીક્લોરોક્વીન શું છે ?

હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવા ક્લોરોક્વિન જેવી જ છે, જે સૌથી જુની અને સૌથી પ્રખ્યાત મેલેરિયાની દવાઓમાંથી એક છે. જેનો ઉપયોગ કોરોના સામેની લડાઇ માટે થાય છે.

ABOUT THE AUTHOR

...view details