હૈદરાબાદ ગેંગરેપ કેસ: આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા - નિર્મમ હત્યા
હૈદરાબાદ: તેલંગણાના હૈદરાબાદમાં એક ડૉકટરનો રેપ બાદ નિર્મમ હત્યા કરનાર ચાર આરોપીએને કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. આ આરોપીઓએ મહિલા ડૉકટરનો ગેંગરેપ કરીને તેના મૃતદેહને સળગાવી દીધો હતો.
મહિલા ડૉકટર બુધવારે કોલ્લુરૂ સ્થિત પશુ દવાખાને ગઈ હતી. તે પાતાની સ્કુ઼ટીને શારદાનગર ટોલ પ્લાઝાની નજીક પાર્ક કરી હતી. રાત્રે જ્યારે તે પરત ફરી ત્યારે સ્કુટીમાં પંચર પડી ગયું હતું. જે બાદ મૃતકે તેની બહેનને ફોન કરી કહ્યું હતું કે, ગાડી ખરાબ ગઈ છે, મને ખૂબ બીક લાગે છે. તેની બહેને ટોલ પ્લાઝાથી કેબમાં (ટેક્ક્ષી) આવવા કહ્યું હતું. ત્યારબાદ મૃતકે તેની બહેનને જણાવ્યું કે, અહીં કેટલાક લોકો છે જે મદદ કરવાની તૈયારી દર્શાવે છે, હું તને થોડી વારમાં કોલ કરૂ. જે બાદ મૃતકનો મોબાઈલ સ્વીચ ઑફ થઈ ગયો હતો. ટોલ પ્લાઝાની આસપાસ પરિવારજનોએ તેમની શોધખોળ કરી હતી અને પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જે બાદ તેનો મૃતદેહ સળગેલી હાલતમાં શારદાનગર અંડર બ્રિજ પાસેથી મળ્યો હતો.