હૈદરાબાદઃ રાજ્ય સરકાર દ્વારા કોવિડ-19 હોસ્પિટલમાં પરિવર્તિત કરવામાં આવેલ તેલંગાણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દર્દીની સારવાર માટે તૈયાર છે. સોમવારે રાજ્યના આરોગ્ય પ્રધાન ઈ રાજેન્દ્રએ આ અંગે માહિતી આપી છે.
તેમણે હોસ્પિટલમાં સુવિધાઓ અંગે એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. પ્રધાને ટ્વીટ કર્યું કે, તેલંગાણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કોવિડ-19 દર્દીઓની સારવાર માટે તૈયાર છે.