તેલંગાણાઃ રિયાદમાં તસ્કરીનો શિકાર થયેલી હૈદરાબાદની દિકરીને પરત લાવવા માટે માતાએ સરકારની મદદ માગી છે. નોંધનીય છે કે, સાઉદી અરેબિયાના રિયાદમાં એક યુવતી તસ્કરીનો ભોગ બની છે. તે 16 વર્ષથી હતી ત્યારથી સાઉદીમાં ફસાયેલી છે. જેને પરત લાવવા માટે તેની માતાએ સરકારને આજીજી કરી છે.
હૈદરાબાદની યુવતી રિયાદમાં તસ્કરીનો ભોગ બની, માતાએ સરકારની મદદ માગી - hyderabad-girl-trafficked-to-riyadh-mother-asks-govts-help-to-bring-her
ત્રણ વર્ષથી સાઉદી અરબેરિયામાં ફસાયેલી દિકરીને પરત લાવવા માટે તેની માતાએ સરકાર પાસે માંગ કરી છે. એક યુવક 2017માં હૈદરાબાદમાં છોકરી નોકરી અપાવા બહાને રિયાદ લઈ ગયો હતો, ત્યારબાદ તેને ત્યાં લઈ જઈને નોકર બનાવી તેની શોષણ કરવામાં આવી રહ્યું છે.
hyderabad
રિયાદમાં ભારતીય દૂતાવાસ અને સરકારની મદદ માગતી પીડિતાની માતા સૈયદા સુલ્લતાને કહ્યું હતું કે, "ત્રણ વર્ષ પહેલા ચાંદ નામના એક એજન્ટે તેમનો સંપર્ક કર્યો હતો અને 2017માં રિયાદમાં તેમની દિકરીને બ્યુટીશિયનની નોકરી અપાવવાની વાત કરી હતી."