ગુજરાત

gujarat

By

Published : Dec 6, 2019, 10:39 AM IST

Updated : Dec 6, 2019, 11:19 AM IST

ETV Bharat / bharat

હૈદરાબાદમાં ચારેય આરોપીના એન્કાઉન્ટર પર પ્રતિક્રિયા

હૈદરાબાદઃ મહિલા વેટનરી ડૉકટરની સાથે થયેલા સામુહિક દુષ્કર્મમાં આજે વહેલી સવારે ચારેય આરોપી એન્કાઉન્ટરમાં મોતને ઘાટ ઉતર્યા છે. આ ચારેય આરોપીઓની એક બાદ એક હત્યા કરવામાં આવી છે. આરોપીએ ભાગવાના પ્રયાસ કર્યો હતા જે બાદ તેલંગણા પોલીસે ચારેય આરોપીને ઠાર માર્યા હતા. આ સમગ્ર મામલે સૌની પ્રતિકિયા જુઓ...

etv bharat
etv bharat

હૈદરાબાદ ગેન્ગરેપમાં સૌથી મોટી કાર્યવાહી છે.એન્કાઉન્ટરમાં સાઈબર પોલીસ કમિશ્નર વી.સી. સજ્જનરે કહ્યું કે, આરોપી મોહમ્મદ આરિફ, નવીન, શિવા અને ચેન્નેકેશવુલુ આજે વહેલી સવારે ચંદનપલ્લી, શાદનગરમાં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે.હૈદરાબાદમાં થયેલા અથડામણ બાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો.

હૈદરાબાદમાં ચારેય આરોપીના એન્કાઉન્ટર
  • દિશાના પિતાએ કહ્યું પોલીસ અને સરકાર પ્રતિ આભાર વ્યકત કરું છુ

આ સમગ્ર ઘટના પર મૃતક દિશાના પિતાએ કહ્યું હતું કે, મારી પુત્રીના મૃત્યના 10 દિવસ થયા છે. આ માટે પોલીસ અને સરકાર પ્રતિ આભાર વ્યકત કરું છુ.

દિશાના પિતાએ કહ્યું પોલીસ અને સરકાર પ્રતિ આભાર વ્યકત કરું છુ
  • દિશાની નાની બહેને કહ્યું એન્કાઉન્ટરથી ખુશ
    દિશાની નાની બહેને કહ્યું એન્કાઉન્ટરથી ખુશ
  • નિર્ભયાની માતાએ વ્યક્ત ખુશી વ્યકત કરી
    નિર્ભયાની માતાએ વ્યક્ત ખુશી વ્યકત કરી

નિર્ભયાની માતાએ કહ્યું હું ખુબ ખુશ છું. પોલીસે સારું કામ કર્યું છે. તેમણે કહ્યુ મારી માંગ છે કે પોલીસકર્મચારીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવે.

તેમણે કહ્યું હું છેલ્લા 7 વર્ષથી આમ-તેમ ફરુ છુ. હું સરકારને અપીલ કરુ છુ કે, નિર્ભયાના આરોપીને પણ ટુંક સમયમાં જ મૃત્યુની સજા મળે.

લોકોની પ્રતિક્રિયા


આ મામલાનો દેશભરમાં ઉગ્ર વિરોધ થતા પોલીસ હરકતમાં આવી હતી અને ચારેય આરોપીઓને પકડી પાડ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓને ક્રાઈમ સીન રીક્રિએટ કરવા માટે લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ચારે આરોપીઓએ ભાગવાની કોશિષ કરી હતી. તે દરમિયાન તેંલગણા પોલીસે ચારે આરોપીઓને ઠાર માર્યા છે.

લોકોની પ્રતિક્રિયા

27 વર્ષીય ડોક્ટરની બળેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. 27 નવેમ્બરના રોજ હૈદરાબાદમાં એક પુલ નીચેથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સમગ્ર મામલે મૃતક મહિલાની નાની બહેને પોલીસ ફરિયાદ કરી હતી.

લોકોની પ્રતિક્રિયા
Last Updated : Dec 6, 2019, 11:19 AM IST

ABOUT THE AUTHOR

...view details