હૈદરાબાદ (તેલંગાણા): ગુરુવારે લૉકડાઉનનું ઉલ્લંઘન કરવા બદલ બે ચીની વિદ્યાર્થીઓ સહિત ત્રણ મહિલાઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
હૈદરાબાદ: લૉકડાઉનનું ઉલ્લંઘન કરતા 2 ચાઇનીઝ સહિત 3 વ્યક્તિઓ સામે કેસ - કોરોના વાઈરસ ન્યૂઝ
શુક્રવારે હૈદરાબાદમાં લૉકડાઉન નિયમોના ભંગ બદલ બે ચીની વિદ્યાર્થીઓ સહિત ત્રણ મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી.
hyderabad
બાલાનગરના DCP પી.વી. પદ્મજાએ જણાવ્યું હતું કે, "ગુરુવારે સનાથનગર ચેકપોસ્ટ પર પોલીસ કર્મચારીઓએ એક કારને અટકાવી હતી. જેમાં સાંજના 6 કલાક પછી સન્નાથનગરથી કુકટપલ્લી જતી ત્રણ મહિલા મળી આવી હતી."
DCP એ જણાવ્યું હતું કે, બે ચીની વિદ્યાર્થીઓ હતા અને એક નાગાલેન્ડનો હતો. તેઓ સામે લૉકડાઉન ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને કાર કબ્જે કરવામાં આવી છે. હાલ આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.