ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સાદગીની મળી સજા, પતિએ આ કારણે આપ્યા તલાક - bihar latest news

પટના: પતિના કહેવા મુજબ મૉર્ડન બનવા, ટુંકા કપડા પહેરવા અને દારૂ પીવાનો ઈન્કાર કરનાર મહિલાને પતિએ ગુસ્સામાં આવીને ટ્રિપલ તલાક આપી દીધા હતા.

ત્રીપલ તલાક

By

Published : Oct 14, 2019, 12:55 PM IST

પટનામાં મહિલાને સાદગીભરી રીતે જીવવાની સજા મળી હતી. પતિએ મૉર્ડન બનવા અને દારૂ પીવાનો ઈન્કાર કરવા જેવી નજીવી બાબત પર ટ્રિપલ તલાક આપી દીધો છે. આ અંગે પીડિતા નૂરી ફાતમાએ રાજ્ય મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ મહિલાના પતિને નોટિસ મોકલવામાં આવી છે.

પીડિતાએ જણાવ્યું કે, 2015માં એમના લગ્ન ઈમરાન મુસ્તફા સાથે થયા હતાં, તેના થોડા દિવસો બાદ તે દિલ્હી શિફ્ટ થઇ ગયા હતા. દિલ્હીમાં રહેતા પતિએ મને શહેરની મૉર્ડન છોકરીઓ જેવું બનવા માટે કહ્યં હતું, તેઓ ઈચ્છતા હતા કે હું ટુંકા કપડા પહેરૂં અને નાઈટ પાર્ટી તથા દારૂનું સેવન કરૂં પરંતુ, જ્યારે હું જ્યારે આ બાબતોનો વિરોધ કરતી ત્યારે તે મને દરરોજ મારતા હતાં.

ટૂંકા કપડા અને દારૂ ન પીતા, પતિએ આપ્યો ત્રીપલ તલાક

પીડિતાએ રાજ્ય મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવી
પીડિતાએ આરોપ લગાવતાં કહ્યું કે, ઘણા વર્ષો સુધી મને પીડા આપ્યા બાદ, થોડા દિવસ પહેલાં એમણે મને ઘર છોડી દેવા માટે કહ્યું અને મેં એ પણ કરવાનો ઈન્કાર કર્યો તો મને ટ્રિપલ તલાક આપી દીધો. આ બધું થયા બાદ પીડિતાએ હવે રાજ્ય મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવી છે.

આયોગે આરોપી પતિને મોકલી નોટિસ
બિહાર રાજ્ય મહિલા આયોગની ચેરમેન દિલમણી મિશ્રાએ કહ્યું કે, મહિલાના પતિ એમને પીડા આપતો હતો અને બે વખત પીડિતાનું ગર્ભપાત પણ કરાવ્યું હતું. 1 સપ્ટેમ્બરે મહિલાના પતિએ ત્રીપલ તલાક આપ્યો હતો. અમે એમના પતિને નોટીસ મોકલી છે.

ABOUT THE AUTHOR

...view details