જલ જીવન હરિયાલીને લઇને આ વખતે વિશ્વની સૌથી મોટી માનવ શ્રૃંખલા બની હતી. 2017 અને 2018માં પણ વિશ્વની સૌથી મોટી શ્રૃંખલા બની હતી. પરંતુ સરકારે તેથી પણ મોટી માનવ શ્રૃંખલા બનાવી હતી.
પટનામાં માનવ શ્રૃંખલાનો વૈશ્વિક રેકોર્ડ બનવા તરફ આગેકૂચ - human chain
પટના : જલજીવન હરિયાલી અભિયાનને લઇને આજે માનવ શ્રૃંખલા બની હતી. પટનાના ગાંધી મેદાનમાં મુખ્ય સમારોહમાં મુખ્ય પ્રધાન નીતીશ કુમાર, ઉપ મુખ્ય પ્રધાન સુશીલ મોદી સહિત કેટલાક પ્રધાન અને વિધાનસભાના અધ્યક્ષ, વિધાન પરિષદના સભાપતિ ઉપસ્થિત રહ્યાં હતાં. 11.30 કલાકથી 12 કલાક સુધી માનવ શ્રૃંખલા બની હતી જે ગાંધી મેદાનથી ચાર શ્રૃંખલા નિકળી હતી. આ ઉપરાંત ગાંધી મેદાનમાં બિહારનો નક્શો પણ બનાવ્યો હતો.
પટનામાં માનવ શ્રૃંખલા રેકોર્ડ બનવા તરફ
16,400 કિમીથી પણ મોટી માનવ શ્રૃંખલા બની હતી. જેમાં સવા ચાર કરોડથી પણ વધુ લોકો સામેલ થવાની આશા સેવાઇ રહી છે. આ માનવ શ્રૃંખલાની ફોટોગ્રાફી માટે 3 પ્લેન અને 12 હેલીકોપ્ટરને પણ હાયર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ડ્રોન કેમેરોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
Last Updated : Jan 19, 2020, 1:20 PM IST