ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિધાનસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર સરકારમાં મોટો ફેરફાર, 6 પ્રધાનો બહાર 13 નવાં પ્રધાનોની એન્ટ્રી

ન્યુઝ ડેસ્કઃ મહારાષ્ટ્રમાં ચાર મહિના બાદ વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. જેને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રધાનમંડળમાં મોટો ફેરફાર કર્યા છે. જેમાં 6 પ્રધાનોને દૂર કરવામાં આવ્યા છે, તેમજ 13 નવા સભ્યોનો પ્રધાન તરીકે સમાવેશ કરાયો છે.

મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં મોટો ફેરફાર, 6 પ્રધાનો બહાર 13 નવાં પ્રધાનોની એન્ટ્રી

By

Published : Jun 16, 2019, 6:19 PM IST

મહારાષ્ટ્ર પ્રઘાનમંડળમાં થયેલા ફેરફાર પ્રમાણે પૂર્વ કોંગ્રેસી નેતા રાધાકૃષ્ણ વિખે પાટિલ અને અને લાંબા સમયથી પ્રધાન બનવાની રાહ જોતા મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલારનો પણ સમાવેશ થયો છે. આ ઉપરાંત સંજય કુટે, સુરેશ ખડે, અનિલ બોંદે અને અશોક ઉઈકે, તાનાજી સાવંતનો પણ પ્રધાનમંડળમાં ઉમેરો થયો છે. આ તમામ ભાજપના ધારાસભ્ય છે. જ્યારે શિવસેનાના જયદત્ત ક્ષીરસાગરને પ્રધાન બનાવાયા છે.

આ ઉપરાંત ભાજપના યોગેશ સાગર, સંજય ભેગડે, પરિણય ફુકે તેમજ શિવસેનાના અતુલ સવે, RPI-Aના અવિનાશ મહાતાકીરને રાજ્યપ્રધાન બનાવાયા છે. ખરાબ પ્રદર્શનના કારણે પ્રકાશ મેહતા, વિષ્ણુ સવરા, અંબરીશ અતરામ, દિલીપ કાંબલે, પ્રવીણ પોટે અને રાજકુમાર બડોલોને પ્રધાનમંડળમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ તમામના રાજીનામોનો સ્વિકાર કરી દેવાયો છે. રાજભવન ખાતે યોજાયેલા એક સમારોહમાં રાજ્યપાલ સી.પી.રાવે તમામ નવા પ્રધાનોને શપથ લેવડાવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details