ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સોનિયા ગાંધીએ હરિયાણામાં હુડ્ડાને ધારાસભ્ય દળના નેતા તરીકે નિયુક્ત કર્યા - હરિયાણા કોંગ્રેસ

નવી દિલ્હીઃ સોનિયા ગાંધીએ ભુપેન્દ્રસિંહ હુડ્ડાને હરિયાણા ધારાસભ્ય જૂથના નેતા તરીકે ચૂંટ્યા છે. અહીં કોંગ્રેસ તરફથી પરિસ્થિતિનો તાગ મેળવવા રાજ્યમાં મોકલાયેલા દિગ્ગજ નેતા મધુસૂદન મિસ્ત્રીએ સોનિયા ગાંધીને રિપોર્ટ સોંપ્યો છે.

hudda-

By

Published : Nov 2, 2019, 4:47 PM IST

પક્ષના મહાસચિવ અને હરિયાણાના પ્રભારી ગુલામ નબી આઝાદે પત્રકારોને જણાવ્યું કે શુક્રવારે ધારાસભ્યોની બેઠક મળી હતી. જેમાં પક્ષના નેતાને ચૂંટવાની અંતિમ જવાબદારી સોનિયા ગાંધી પર છોડવામાં આવી હતી. રાજકીય સ્થિતિનો તાગ મેળવનારા મધુસુદન મિસ્ત્રીએ સોનિયા ગાંધીને રિપોર્ટ આપ્યા બાદ હુડ્ડાની પક્ષના નેતા તરીકે નિંમણૂક કરાઈ છે. આ અંગે કોંગ્રેસે પ્રેસ કોન્ફર્ન્સ કરીને માહીતી આપી છે.

માહિતીના આધારે હવેથી હુડ્ડા હરિયાણા વિધાનસભામાં વિપક્ષના નેતા બનશે. આ બેઠકમાં બે નામો પર ખેંચતાણ ચાલી રહી હતી, જેમાં ભૂપેન્દ્રસિંહ હુડ્ડા અને પૂર્વ સીપીએલ નેતા કિરણ ચૌધરીનો સમાવેશ થાય છે. 25 ધારાસભ્યોએ હુડ્ડાને સમર્થન કર્યુ હતું, જ્યારે 6 ધારાસભ્યોએ કિરણ ચૌધરીને ટેકો આપ્યો હતો. 90 વિધાનસભા બેઠકો ધરાવતા હરિયાણામાં કોંગ્રેસને 31 બેઠકો પર વિજય મળ્યો છે.

ABOUT THE AUTHOR

...view details