રોહતક: હરિયાણાની ખટ્ટર સરકારે કોરોના વાઇરસના રોગચાળાને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. હરિયાણા સરકારે આ નાણાકીય વર્ષમાં કોઈપણ નવી કાર અથવા વાહનની ખરીદી પર પ્રતિબંધ મૂક્યો છે.
હરિયાણા સરકારનો મોટો નિર્ણય, આ વર્ષે નહીં ખરીદે કોઇ વાહન - હરિયાણા સરકાર કોઇ નવા વાહન ખરીદશે નહીં
હરિયાણાની ખટ્ટર સરકારે મોટો નિર્ણય લીધો છે. હરિયાણા સરકારે આ નાણાંકીય વર્ષમાં કોઈપણ નવી કાર અથવા વાહનની ખરીદી પર પ્રતિબંધ મૂક્યો છે.
ખટ્ટર
હરિયાણા સરકારે ચાલુ નાણાંકીય વર્ષ માટે એમ્બ્યુલન્સ, અગ્નિશામક વાહનો સહિતની સાર્વજનિક પરિવહન અને કટોકટી સેવાઓ માટે ઉપયોગમાં લેવામાં આવતી બસો સિવાય કાર અને જીપ સહિતના નવા વાહનોની ખરીદી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે.
આ નિર્ણય મુખ્ય પ્રધાન મનોહરલાલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો.