ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશના સૌથી લાંબા અને સૌથી વધુ રૂટ પર HRTC બસ સેવા શરૂ થશે - મનાલી

કેલાંગા ડેપો દ્વારા કિલાડ રૂટ પર બસ સેવા શરૂ કરવામાં આવે છે. જે બરફ વર્ષાના કારણે બંધ કરવામાં આવી હતી. આ વર્ષે બરફ વર્ષા શરૂ થાય ત્યાં સુધી બસ સેવા ચાલુ રાખવામાં આવશે.

કેલાંગા ડેપો દ્વારા કિલાડ રૂટ પર ફરી બસ સેવા શરૂ કરવામાં આવશે
કેલાંગા ડેપો દ્વારા કિલાડ રૂટ પર ફરી બસ સેવા શરૂ કરવામાં આવશે

By

Published : Jul 5, 2020, 7:39 PM IST

મનાલી: કેલાંગ ST ડેપો હવે દેશમાં સૌથી લાંબા અને ઊંચા રૂટ પર કિલાડથી ચંબા વચ્ચે બસ સેવા શરૂ કરવા જઈ રહ્યો છે. આ બસ સેવા શરૂ થવાથી હવે કિલાડના લોકો ચંબા સુધી જઈ શકશે.

175 કિમી લાંબા રૂટ પર બસ સેવા થશે શરૂ

કેલાંગથી 175 કીમી આ લાંબા રૂટ પર ગયા વર્ષે બરફ વર્ષા થવાથી 1 ઓક્ટોબરના રોજ બસ સેવા બંધ કરવામાં આવી હતી. હવે 8 મહિના પછી આ માર્ગ પર ફરી બસ સેવા શરૂ થતા રસ્તા પર રોનક આવી ગઈ હતી.

37 બસ દ્વારા કરવામાં આવેલી ટ્રાય સફળ રહી

કેલાંગ ST ડેપો દ્વારા આ 175 કિમી લાંબા રૂટ પર 37 બસ દ્વારા ટ્રાયલ કરવામાં આવી હતી. જે ટ્રાયલ સફળ રહી હતી. 175 કિમી લાંબા આ સફર માટે 304 રૂપિયા ટિકિટ નિર્ધારિત કરવામાં આવી છે.

કેલાંગા ST ડેપોના RM મંગલચંદે આ જાણકારી આપી હતી.

સાચ પાસે પણ પ્રવાસીઓને રસ્તા પરથી જવા માટે તકલીફ થતી હતી અચાનક બરફ વર્ષા થવાના કારણે માર્ગમાં જોખમ ઊભું થાય છે. કેલાંગ ST ડેપોના RM મંગલચંદે કહ્યું કે બસ ટ્રાયલ સફળ રહ્યું છે. જેથી હવે આ રૂટ પર વધુ બસ સેવા શરૂ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details